વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની ચાલુ વર્ષે નવી બાબત
તરીકે મંજુર થયેલ કુલ ૦૩ સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ૧)
બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (અતિ ઘનિષ્ઠ પદ્ધતિથી એકથી વઘુ ફળપાકોનું
વાવેતર કરવાનું રહશે જેમાં ઓછામાં ઓછા ૫૦૦ રોપા ત્તથા વધુમાં વધુ ૨૬૦૦ રોપાના વાવેતર માટે જ સહાય
મળવાપાત્ર રહેશે), ૨) રાઈઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ ૩) ફળપાકોમાં ફિલ્ડ કવર
થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ માટે સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ તારીખ
૨૦/૦૫/૨૦૨૬ થી તારીખ ૧૯/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાયનો લાભ લેવા
માંગતા બાગાયતદરોએ www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ચાલુ વર્ષે
બાગાયતી યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓએ આઇ- ખેડુત પોર્ટલ પર આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ
નંબરથી ઓટીપી વેરીફીકેશનથી નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકશે જેની ખાસ નોંધ લેવી. તેમજ અરજીમા
જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની
રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ (બીલ ફાઈલ) સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો
સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, નવાપરા,ભાવનગર ખાતે બિનચૂક જમા કરાવવાની રહેશે. વધુ માહિતી
માટે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂ અથવા ટેલીફોન
નંબર ૦ર૭૮-ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા યાદીમાં જણાવવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકાશે














Recent Comments