દામનગર સમસ્ત ભુરખિયા ગામ પરિવાર સુરત નું ચોથું સ્નેહ મિલન યોજાયું.જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર એકતા અને સેવાભાવનો અનોખો ત્રિવેણી સંગમ સમસ્ત ભુરખિયા ગામ પરિવાર સુરત ના પ્રગતિશીલ અભિગમને વેગ આપવા માટે “ચોથા ભવ્ય સ્નેહ મિલન સમારોહ” નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ન્યાયકરણ ફાર્મ મોટા વરાછા સુરત ખાતે સાંજે ૪:૦૦ થી રાત્રે ૧૦:૦૦ કલાક સમય અંતરે કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે, કોઈ પણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ રાખ્યા વિના સમગ્ર ગામ પરિવારે એક થઈને આ સ્નેહ મિલનને ભવ્ય રીતે ઉજવ્યું હતું. આ અદભુત એકતા જોઈને સૌ કોઈ ભાવવિભોર થયા હતા.આ સમારોહ સામાજિક અને શૈક્ષણિક ઉત્થાનનું ઉત્કૃષ્ટ માધ્યમ બન્યો હતો. કાર્યક્રમમાં ગામના ઉદાર દિલના દાતાશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, શિક્ષણને પ્રોત્સાહન આપવાના આશયથી ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા તમામ ભૂલકાઓને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે ગામના યુવાનો સમાજ ઉપયોગી અને સેવકીય કાર્યોમાં વધુને વધુ જોડાય તે માટે તેમને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુવાધને પણ ઉત્સાહભેર સેવકીય કાર્યોમાં જોડાવાનો સંકલ્પ કર્યો હતો.મહારક્તદાન કેમ્પ અને ફ્રી નિદાન કેમ્પનું વિશેષ આયોજન આ સાથે જ કાર્યક્રમમાં મહારક્તદાન કેમ્પનું ખુબ સરસ આયોજન થયેલું હતું, જેમાં રક્તદાન કરનાર હરેક વ્યક્તિને આકર્ષિત ગિફ્ટ આપવામાં આવી હતી. તેમજ ફ્રી મેડિકલ ચેકઅપ, ફ્રી નિદાન કેમ્પ અને આયુર્વેદિક નાડી પરીક્ષણનું પણ ખુબ સરસ આયોજન કરીને ગામ જનોએ ખૂબ સારો એવો લાભ લીધેલ હતો.આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સમસ્ત ભુરખિયા ગામ સુરત પરિવાર કમિટી, અગ્રણી શ્રી સુરજભાઈ મિયાણી તેમજ ગામના ઉત્સાહી યુવાનોનો સિંહફાળો રહ્યો હતો. યુવા ટીમના અથાક પરિશ્રમ અને સુનિયોજિત વ્યવસ્થાના કારણે જ આ કાર્યક્રમ ખૂબ જ યાદગાર અને સફળ રહ્યો હતો. અંતમાં સમસ્ત ભુરખીયા ગામ પરિવાર સુરત કમિટી દ્વારા પધારેલા તમામ ગ્રામજનો અને દાતાશ્રીઓનો અને યુવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમસ્ત ભુરખિયા ગામ પરિવાર સુરત નું ચોથું સ્નેહ મિલન યોજાયું: જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર એકતા અને સેવા ભાવનો અનોખો ત્રિવેણી સંગમ

















Recent Comments