અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે અમરેલી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક-કમ-કુક રસોયા અને મદદનીશની આવશ્યકતા : તા.૨૭ મે સુધીમાં અરજી કરવી

 પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના અમરેલી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક-કમ-કુક, રસોયા અને મદદનીશની આવશ્યકતા છે.

અમરેલી તાલુકાની નાના ગોખરવાળા પ્રાથમિક શાળા, મોટા માચીયાળા પ્રાથમિક શાળા, મેડી પ્રાથમિક શાળા, માલવણ પ્રાથમિક શાળા, રીકડી પ્રાથમિક શાળા, મેડી પ્રાથમિક શાળા, માલવણ પ્રાથમિક શાળા, રીકડીયા પ્રાથમિક શાળા ખાતે સંચાલક-કમ-કુકની આવશ્યકતા છે.

જ્યારે બહારપરા કુમાર શાળા પ્રાથમિક શાળા, કે.કે પારેખ પ્રાથમિક શાળા ૧-૫ અમરેલી, કે.કે.પારેખ પ્રાથમિક શાળા ૬થી ૮ અમરેલી, કાઠમા પ્રાથમિક શાળા, ચાંદગઢ પ્રાથમિક શાળા, ચક્કરગઢ પ્રાથમિક શાળા, તરવડા પ્રાથમિક શાળા, પાણીયા પ્રાથમિક શાળા, ફતેપુર પ્રાથમિક શાળા, મોટા માંડવડા પ્રાથમિક શાળા, લાપાળીયા પ્રાથમિક શાળા, શેડુભાર – પ્લોટ પ્રાથમિક શાળા, સાંગાડેરી પ્રાથમિક શાળા, નાના ગોખરવાળા પ્રાથમિક શાળા ખાતે રસોયાની આવશ્યકતા છે. જ્યારે ગુરૂકૃપા-૩ પ્રાથમિક શાળા અમરેલી, તરવડા પ્રાથમિક શાળા, દેવભૂમિ દેવળીયા પ્રાથમિક શાળા, મોટા માંડવડા પ્રાથમિક શાળા, લાપાળીયા પ્રાથમિક શાળા, લાલાવદર પ્રાથમિક શાળા, વરસડા પ્રાથમિક શાળા, શેડુભાર પ્લોટ પ્રાથમિક શાળા ખાતે મદદનીશની આવશ્યકતા છે. 

સંચાલક-કમ-કુક માટે ધો. ૧૦ પાસ શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને ૬૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરવી. જરૂરી નમુનાનું અરજી પત્રક મામલતદાર કચેરી, જિલ્લા સેવાસદન, ગ્રાઉન્ડ ફ્લોર, રાજ મહેલ કેમ્પસ, અમરેલીમાંથી મળી શકશે.

જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથોનું અરજીપત્રક તા. ૨૭.૦૫.૨૦૨૬ના રોજ બપોરના ૦૪ વાગ્યા સુધીમાં મામલતદાર, અમરેલી ગ્રામ્યની રજિસ્ટ્રી શાખાને પહોંચાડવાનું રહેશે. તેમ મામલતદારશ્રી અમરેલી ગ્રામ્યએ યાદીમાં જણાવવામાં આવ્યું છે.      

Related Posts