ભાવનગર

ચોમાસા દરમિયાન મણાર આર.ટી. યોજનાના ઉપરવાસ વિસ્તારમાં પ્રવેશ ન કરવા તંત્રની સુચના

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસે મણારી નદી પર આવેલી મણાર આર.ટી.
યોજનાના જળાશયમાં ચાલુ વર્ષ–૨૦૨૬ દરમિયાન ભરપૂર સપાટી ૧૬.૦૦ મીટર સુધી પાણી ભરવાનું આયોજન
કરવામાં આવ્યું છે.
મહત્તમ પૂર સ્થિતિ દરમિયાન તળાજા તાલુકાના મણાર તથા અલંગ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી
ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી સ્થાનિક લોકોને સાવચેત રહેવા તેમજ જરૂરી જણાય ત્યારે સલામત સ્થળે ખસી
જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, જળાશયના ઉપરવાસ વિસ્તારમાં નદીમાં અવર-
જવર ન કરે તેમજ ઢોર-ઢાંખરને પણ પ્રવેશવા ન દે. ઉપરાંત ઉપરવાસના ૬.૧૭ હેક્ટર વિસ્તારમાં, જે ઓળખ
પ્રસ્થાપિત વિસ્તાર તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે, તેમાં કોઈપણ પ્રકારનો પ્રવેશ કે બાંધકામ ન કરવો.‌તેમ
કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ દ્વારા જણાવાયું છે.

Related Posts