ભાવનગર

સિંહ સંરક્ષણનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરો: પર્યાવરણવિદો તખુભાઈ સાંડસુર,બીપીન જોશીની માંગ

ગુજરાતમાં એશિયાઈ સિંહો ઉપર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ એટલે કે સીડીવીનો ખતરો તોળાઈ રહ્યો છે‌. તેનાથી અનેક સિંહો સંક્રમિત થયા છે.વન વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરી અને સિંહોના સંરક્ષણ માટેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરવા પર્યાવરણવિદોએ માંગ ઉઠાવી છે 

           પર્યાવરણ વિદ્શ્રી તખુભાઈ સાંડસુર- ભાવનગર,શ્રી બીપીનભાઈ જોશી અને મંગળુભાઈ ખુમાણ -અમરેલીની યાદી જણાવે છે કે બેબેસિયા નામના રોગે છેલ્લી સિંહ વસ્તી 891 મુજબની આપણી એશિયાઈ સિંહોની વસ્તી પૈકીના ઘણાં બધાં સિંહોને ઝપેટમાં લીધાં છે.કેટલાક લોકોમાં એક પ્રકારનો સંદેહ પ્રવર્તિ રહ્યો છે કે કેટલી માત્રામાં સિંહના મૃત્યુ થયા છે‌, કેટલા સંક્રમિત છે અને કેટલા સંપૂર્ણ રોગમુક્ત છે.તેનો સરકારે સંપૂર્ણ અહેવાલ બનાવીને જાહેર કરવો જોઈએ.બેબસિયા રોગ ખૂબ ઘાતક રીતે શ્ર્વાન કુળ અને બિલાડી કુળના પ્રાણીઓને આફત સાબિત થતો રહ્યો છે. 2026 માં  તાજેતરમાં થાઈલેન્ડમાં આવેલા આ પ્રકારના વાયરસથી લગભગ 72 જેટલા વાઘોના મોત થયા હતાં.આફ્રિકા સહિતના કેટલાંક વન વિસ્તારોમાં પણ આ રોગ જ્યારે જ્યારે આવ્યો છે. ત્યારે બિલાડી કુળના પ્રાણીઓ માટે તે ખૂબ ઘાતક પુરવાર થયો છે. તેથી દર મહિને થતાં સિંહ પૂનમ અવલોકનમાં સિંહની ગણતરી કરવામાં આવે છે. હમણાં જ આ ગણતરીઓ પૂરી થઈ તો તેમાં કેટલા સિંહ આ રોગથી પ્રભાવિત હતાં કેટલાના મૃત્યુ થયાં અને કેટલા સંપૂર્ણ સુરક્ષિત છે તેનો એક સંપૂર્ણ અહેવાલ ગુજરાતના વન વિભાગે જાહેર કરવો જોઈએ. 

             વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ લીધેલા પગલાંઓ અને રાખેલી સંવેદના માટે એમને અભિનંદન આપવા જોઈએ. જેનાથી ગુજરાતનું વનતંત્ર સફળ જાગ્યું છે. આપણી ધરોહર સમા એશિયાઈ સિંહોને બચાવવા માટે તનતોડ પ્રયત્ન કર્યા છે તે માટે પણ વનતંત્રને શુભેચ્છાઓ આપવી રહી.

Related Posts