સાવરકુંડલા શહેરના વોર્ડ નં. 3 હેઠળ આવેલા પીપરવાડી વિસ્તારનો 45 વર્ષો જૂનો ગટરની સમસ્યાનો
પ્રશ્ન ઉકેલવા માટે આજે વિકાસકાર્યના શુભ પ્રારંભ રૂપે ગટર લાઇનના કામનું સાવરકુંડલા-લીલિયા
વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ
આ ગટર લાઇનનું કાર્ય પૂર્ણ થતાં પીપરવાડી વિસ્તારના રહેવાસીઓને લાંબા સમયથી સતાવતી ગટર
અને ગંદા પાણીની સમસ્યામાંથી રાહત મળશે તેમજ વિસ્તારની સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત
સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે જનસુવિધાઓને પ્રાથમિકતા આપીને શહેરના વિકાસ માટે સતત
કામગીરી કરવામાં આવી રહી છે અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે પ્રતિબદ્ધતા
સાથે કાર્ય ચાલુ રહેશે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નયનાબેન કાપડિયા, ઉપપ્રમુખ શ્રીમતી નુતનબેન, શ્રી
જીગ્નેશભાઈ ટાક તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ અને
સભ્યશ્રીઓ, ભાજપના કાર્યકર્તાઓ, વોર્ડ નં. 3ના જાગૃત નાગરિકો તથા મોટી સંખ્યામાં વિસ્તારના
રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.














Recent Comments