અમરેલી

ગ્રામ વિકાસને વધુ વેગ સ્માર્ટ વિલેજ મોટા ઉજળા અને બરવાળા બાવળ ગામે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવી ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના મોટા ઉજળા અને બરવાળા બાવળ ગામે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા.

ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સ્માર્ટ વિલેજ મોટા ઉજળા ગામે રૂ. ૨૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા આંગણવાડી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નવી આંગણવાડીના નિર્માણથી ગામના બાળકોને વધુ સારી શૈક્ષણિક અને પોષણલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ બનશે તેમજ માતા અને બાળ કલ્યાણની સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચાડી શકાશે.

આ ઉપરાંત બરવાળા બાવળ ગામે પીવાના પાણીની સુવિધાને મજબૂત બનાવવા માટે ૦૩ નવા બોરવેલ તેમજ બ્લોક રોડ સહિતના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. આ કામગીરી પૂર્ણ થયા બાદ ગ્રામજનોને પીવાના પાણીની સુવિધામાં રાહત મળશે તેમજ આંતરિક માર્ગ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા આવા વિકાસલક્ષી કાર્યો ગ્રામ્ય વિસ્તારોને વધુ સુવિધાસભરઆત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

આ પ્રસંગે વડિયા-કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી યોગેશભાઈ પાનસુરીયાતાલુકા પંચાયતના સભ્યશ્રી મનોજભાઈ હપાણીશ્રી અશોકભાઈ વાજા,શ્રી રમણિકભાઈ પટોળીયા,  અગ્રણીશ્રી પી.વી. વસાણીશ્રીમનસુખભાઈ બરવાળીયાભાયાવદર સરપંચશ્રી સુરેશભાઈ કાછડીયામોટા ઉજળાના સરપંચશ્રી વિપૂલભાઈ ખીમાણીગ્રામ પંચાયતના સભ્યોઅગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts