જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી સવા બે મહીનાનો અમેરીકા અને કેનેડાનો સફળ પ્રવાસ પુરો કરી સુખરૂપ હિન્દુસ્તાન આવી ગયા છે.
આ પ્રવાસમાં તેઓ ગુજરાતની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ માટે કુલ અઢાર કાર્યક્રમો કરીને ૯,૮૪,૮૫,૦૦૦ રુપિયા એટલે આશરે દસ કરોડ રૂપિયા જેવી માતબર સેવા માટે નિમિત્ત બન્યા છે.
ડો. ત્રિવેદીએ આપેલી વિગતવાર માહિતી મુજબ મુની સેવા આશ્રમ- ગોરજની કૈલાસ કેન્સર હોસ્પિટલ તેમજ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર માટે કરેલા કુલ સાત કાર્યક્રમોમાં ન્યુયોર્કનાં ૧૮,૦૦,૦૦૦ સમરસેટનાં
૧,૧૧, ૦૦૦,૦૦ વુરહીસનાં ૯૨,૦૦,૦૦૦ સિનસિનાટીના ૨૮,૫૦,૦૦૦ ડીટ્રોઈટના ૨૩,૫૦,૦૦૦ હ્યુસ્ટનનાં ૧,૦૫,૦૦૦,૦૦ અને સેન્ટ લુઈસનાં ૩૩,૦૦,૦૦૦ મળીને કુલ ૪,૧૧,૦૦,૦૦૦ ચાર કરોડ અગીયાર લાખ રૂપિયા એકત્ર થયા હતા.
નવસારી પાસે આવેલા સુપા ગામની સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ માટે કરેલાં કુલ ચાર કાર્યક્રમોમાં ડલ્લાસના બે કાર્યક્રમોમાં અનુક્રમે ૭,૬૦,૦૦૦ અને ૮,૪૦,૦૦૦ તથા સાન ફ્રાન્સિસ્કોનાં ૨,૬૦,૦૦,૦૦૦ તથા લોસ એન્જલસના ૧,૨૫,૦૦,૦૦૦ મળીને કુલ ૪,૦૧,૦૦,૦૦૦ ચાર કરોડ એક લાખ રૂપિયા તેમજ ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ માટે કરેલા કુલ ચાર કાર્યક્રમોમાં ન્યુ જર્સીનાં ૨૫,૦૦,૦૦૦ શિકાગોનાં ૨૪,૦૦,૦૦૦ વોશિંગટનના ૪૮,૦૦,૦૦૦ અને બાલટીમોરનાં ૧૨,૨૫,૦૦૦ મળીને કુલ ૧,૦૯,૨૫,૦૦૦ એક કરોડ નવ લાખ પચીસ હજાર એકત્ર થયાં હતા.
આ ત્રણે સંસ્થાઓ વતી અનુક્રમે મુની સેવા આશ્રમના ચેરમેન ડો. વિક્રમ પટેલ , આંખની હોસ્પિટલના ચેરમેન ડો. ભાવિન પટેલ તેમજ ટ્રસ્ટી ડો. ભાવિન ભુવા તેમજ નિર્દોષાનંદજી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. નટુભાઈ રાજપરાએ હાજર રહીને આ દાન એકત્ર કર્યું હતું.
સમર્થનમ – અમેરીકા જે ભારતના દિવ્યાંગ લોકો માટે કામ કરતી સંસ્થા છે એના માટે સાન હોજેમાં એક કાર્યક્રમ દ્રારા ૨૬,૬૦,૦૦૦ રુપિયા એકત્ર થયા હતા જેમાં સમર્થનમનાં ફાઉન્ડર ચેરમેન ડો. મહંતેશે હાજર રહી ચેક સ્વીકાર્યો હતો.
તદુપરાંત ફ્રેસ્નો અને બેકર્સફીલ્ડના એક-એક કાર્યક્રમમાં અનુક્રમે ૧૭,૫૦,૦૦૦ અને ૧૯,૫૦,૦૦૦ દાન એકત્ર થયું જેમાંથી રાજકોટની કર્મયોગ ટ્રસ્ટ સંચાલિત યુનાઈટેડ કેર હોસ્પિટલ માટે ૧૧,૦૦,૦૦૦ તેમજ ઉમંગ મૂકબધીર બાળકોની શાળા – વસ્ત્રાપુર અમદાવાદ માટે ૧૧,૦૦,૦૦૦ તથા ગુજરાતની બીજી કુલ પાંચ શાળાઓને નાનીમોટી રકમ આપવામાં આવી હતી.
આમ કુલ ૯,૮૪,૮૫,૦૦૦/- જેવી સેવા ગુજરાતની જુદી જુદી સંસ્થાઓ માટે થઈ હતી જેમાં જગદીશ ત્રિવેદીને નિમિત્ત બનવા મળ્યું એને એ મહાદેવની કૃપા માને છે.
જગદીશ ત્રિવેદી આગામી જુલાઈની ૨૪-૨૫ અને ૨૬ તારીખે આફ્રીકાના કેન્યા દેશમાં ત્રણ કાર્યક્રમો કરશે અને ત્યાં એકત્ર થનાર સંપૂર્ણ રકમ ગરીબ આફ્રીકન લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે દાન આપશે એવી એમણે જાહેરાત કરી હતી.

















Recent Comments