જનગણના ૨૦૨૭ હેતુસર પ્રથમ ચરણ ઘરયાદીકરણની ક્ષેત્રિય કામગીરીમાં અત્રેથી ગણતરીદાર અને સુપરવાઈઝર કુલઃ ૨૫૧ની નિમણૂંક કરવામાં આવેલ છે. જનગણના ૨૦૨૭ મહત્વની રાષ્ટ્રિય કામગીરી હોય, અને રાષ્ટ્રનાં હિતમાં નિતી નિર્માણમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. સદર કામગીરી તારીખ :-૦૧.૦૬-૨૦૨૬ થી તારીખ :-૩૦.૦૬.૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાની હોય, જેની ગંભિરતાને પણ લક્ષ્યમાં ન લઈ, ફાળવેલ ફિલ્ડ કામગીરીમાં બેદરકારી દાખવી, જનગણના ૨૦૨૭ની ફિલ્ડ કામગીરીમાં નકારાત્મક વલણ દર્શાવતા હોવાનું સ્પષ્ટ જણાઈ આવતા તારીખ –૦૮.૦૬૨૦૨૬ થી અમરેલી શહેરનાં ગણતરીદાર કુલ : ૪૭ ને નોટિસ આપવામાં આવેલ. જે પૈકીનાં ગણતરીદાર કુલ : ૪ જનગણના ૨૦૨૭ ની ફાળવવામાં આવેલ ફરજમાં હાજર ન થતાં તેઓ વિરૂદ્ધ તારીખ :-૧૨.૦૬.૨૦૨૬થી જનગણના અધિનિયમ ૧૯૪૮ ની કલમ ૧૧ તથા ભારતિય ન્યાય સહિતાની કલમ ૨૨૨ અને ૨૨૩ હેઠળ ફોજદારી કાર્યવાહિ કરવામાં આવી રહેલ છે. ઉપરાંત જનગણના ૨૦૨૭ ની ફરજમાં ગંભિર બેદરકારી દાખવતા સુપરવાઈઝર કુલ ઃ ૧૨ ને શ્રી વિનોદભાઈ સી. રાઠોડ ચાર્જ અધિકારી અને મુખ્ય અધિકારી શ્રી અમરેલી નગર સેવા સદન અમરેલી દ્વારા સદર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરાવવા તારીખ :–૧૨.૦૬.૨૦૨૭થી નોટિસ આપવામાં આવેલ છે.
જનગણના ૨૦૨૭ હેતુસર પ્રથમ ચરણ ઘરયાદીકરણની ક્ષેત્રિય કામગીરીમાં અત્રેથી ગણતરીદાર અને સુપરવાઈઝર કુલઃ ૨૫૧ની નિમણૂંક કરવામાં આવેલ છે

















Recent Comments