સુરત ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો સુરત વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર નું નિસ્વાર્થ કામ કરતી ગ્રીન આર્મી સંસ્થાન દ્વારા મહા વૃક્ષારોપણ ઉલ્લેખનીય બાબત એ છે કે આજરોજ તારીખ ૨૮ જૂન ભેસ્તાન, ડીંડોલી રોડ, સુરતનો આ દિવસ ઈતિહાસમાં નોંધાઈ ગયો કારણ કે લાખો વૃક્ષો નું રોપણ જતન માવજત અને ઉછેર કરતી ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ અને સુરત મહાનગર પાલિકા દ્વારા મહા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આજના આ હરિયાળા કાર્યક્રમ માં સુરત મહાનગર પાલિકા ના સાથ સહકાર અને ગ્રીન આર્મી ના સૈનિકો ની ટીમ થકી 1000 વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું હતું..
સવા.દસકા થી વૃક્ષ ઉછેર અભિયાન સેવા અવિરત કાર્યરત ગ્રીન આર્મી અને સુરત મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે ડો. શ્યામા પ્રસાદ મુખરજી ઓક્સિજન પાર્ક, ભેસ્તાન, ડીંડોલી રોડ, સુરત ખાતે
માનનીય અતિથિ વિશેષ માનનીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ ના વરદહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ અવસરે માનનીય મેયર શ્રી માયાબેન માવાણી, ધારાસભ્ય પ્રવીણભાઈ ધોધારી તમામ કોર્પોરેટર શ્રીઓ સુરત મહાનગર પાલિકાના પદા અધિકારી ઓ અને સંસ્થાની ગ્રીન ટીમ સહિત મોટી સંખ્યામાં આમજનતા એ હાજરી આપી વિશેષ ક્ષણ ના સહિયારા સાથી તરીકે સાક્ષી પુરાવી હતી આપણું સુરત હરિયાળું સુરત આપણું સુરત સ્માર્ટ અને સ્વચ્છ સુરત નો સુંદર સંદેશ અપાયો હતો


















Recent Comments