અમરેલી

અમરેલી જિલ્લા પોલીસની વિશેષ ઝુંબેશ સફળ – માહે જૂન-૨૦૨૬ દરમિયાન નાસતા-ફરતા, ફરાર કેદીઓ તથા વોરંટના કુલ ૩૯ આરોપીઓ ઝડપાયા

શ્રી આર.વી. અસારી સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જ, ભાવનગરના માર્ગદર્શન હેઠળ રેન્જના તમામ જિલ્લાઓમાં ફરાર કેદીઓ તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને શ્રી સંજય ખરાત સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા માહે જૂન-૨૦૨૬ દરમિયાન પેરોલ જમ્પ કરનાર કેદીઓ, નાસતા-ફરતા આરોપીઓ, ક્રિમિનલ ટાર્ગેટેડ કેસોના આરોપીઓ તેમજ સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રાઇવ દરમિયાન અલગ-અલગ પોલીસ સ્ટેશનની વિશેષ ટીમો બનાવી નાસતા-ફરતા ઇસમો પર સતત નજર રાખી, એક્શન પ્લાન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન થયેલ કામગીરી મુજબ:
* રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર – ૦૧
* ગુનાના કામે નાસી ગયેલા આરોપીઓ પૈકી:
    * બે વર્ષથી વધુ સમયથી ફરાર – ૦૨
    * એક વર્ષ સુધીથી ફરાર – ૧૮
* ક્રિમિનલ ટાર્ગેટેડ કેસોના આરોપીઓ પૈકી:
    * સાત વર્ષ સુધીથી ફરાર – ૦૪
    * બે વર્ષથી વધુ સમયથી ફરાર – ૦૩
* નામદાર કોર્ટોના સજા વોરંટના આરોપીઓ પૈકી:
    * સાત વર્ષથી વધુ સમયથી ફરાર – ૦૨
    * ત્રણ વર્ષ સુધીથી ફરાર – ૦૪
    * એક વર્ષ સુધીથી ફરાર – ૦૫

આમ કુલ ૩૯ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Related Posts