દામનગર શહેર માં શક્તિપીઠ શ્રી ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ સેવા યજ્ઞ માં પધારેલ તમામ દર્દી નારાયણો ને રાજેશભાઇ ભગવાનભાઈ નારોલા પરિજન દ્વારા નિઃશુલ્ક અલ્પહાર ની સેવા અપાય હતી દામનગર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારો માંથી નેત્રયજ્ઞ માં પધારેલ દર્દી નારાયણો ને વિના મૂલ્યે મોતિયા ના ઓપરેશન નેત્રમણી આરોપણ દવા ચશ્માં ટીપાં રહેવા જમવા ની તદ્દન વિના મૂલ્યે સુવિધા આપતા સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા પ્રદાન થઈ હતી સર્વરોગ નિદાન કેમ્પ માં ગુજરાત આર્યુવેદ દવાખાના વિભાગ અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત આર્યુવેદ દવાખાના ના ડો મનીષભાઈ જેઠવા એ સેવા આપી હતી આ સેવા યજ્ઞ માં અનેક સ્વંયમ સેવી ઓએ સેવા આપી હતી
દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત. ગાયત્રી મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાયો

















Recent Comments