અમરેલી

શ્રી પી. પી. એસ. હાઇસ્કૂલ, વંડા ખાતે ‘પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે’ નિમિત્તે ભવ્ય ચિત્ર સ્પર્ધા યોજાઈ: ૫૫ વિદ્યાર્થીઓએ કળાના રંગોથી રાષ્ટ્રપ્રેમ કંડાર્યો

શ્રી પી. પી. એસ. હાઇસ્કૂલ, વંડા ખાતે આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૫ ઓગસ્ટના રોજ ‘પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે’ અંતર્ગત એક સુંદર ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને સામાજિક જાગૃતિ કેળવાય તેવા ઉમદા હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં શાળાના કુલ ૫૫ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલ્પના શક્તિ અને સર્જનશક્તિના રંગો પૂર્યા હતા.

​આ સ્પર્ધામાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક ચેતનાને જોડતા વિવિધ વિષયો જેવા કે ‘સોશિયલ મીડિયાના લાભાલાભ’, ‘યુવાન અને નશામુક્ત ભારત’, ‘તિરંગો મારી શાન’, ‘સમરસતા: એક ભારત શ્રેષ્ઠ ભારત’, ‘સ્વચ્છ ભારત – સુંદર ભારત’ અને ‘આઝાદીનો જશ્ન’ પર સ્પર્ધકોએ અર્થસભર ચિત્રો તૈયાર કર્યા હતા.

​સ્પર્ધાના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતાઓને બે વિભાગમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા:

​ધોરણ ૯ અને ૧૦ વિભાગ:

​પ્રથમ ક્રમ: દેંગડા દિવ્યાંગી જયસુખભાઈ

​દ્વિતીય ક્રમ: બગડા ઉર્વશી વિનોદભાઈ

​તૃતીય ક્રમ: રાઠોડ વિદ્યા નિલેશભાઈ અને પરમાર દિવ્યાબા લખધીરસિંહ (સંયુક્ત રીતે)

​ધોરણ ૧૧ અને ૧૨ વિભાગ:

​પ્રથમ ક્રમ: બાવળીયા અસ્મા ઉસ્માનભાઈ

​દ્વિતીય ક્રમ: ધાપા રીના પી.

​તૃતીય ક્રમ: રાઠોડ ઋચિતા મહેશભાઈ

​શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત ‘કર્મ યોગ ગ્રુપ’ તરફથી તમામ વિજેતા સ્પર્ધકોને ઇનામો અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

​કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકશ્રી રોહીતભાઇ ઓઝા, શ્રી ગજેરા સાહેબ તથા શ્રી ભરતભાઇએ માર્ગદર્શન પૂરું પાડી ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી સંજયભાઇએ વિદ્યાર્થીઓની કળા અને મહેનતને બિરદાવી હતી. સમગ્ર આયોજનની સફળતા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મનજીબાપા તળાવિયાએ તમામ વિજેતાઓ, ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું

Related Posts