મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા. ૨૦
ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે
ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાનગી ક્ષેત્રની ત્રણ એકમોમાં સુપરવાઈઝર, એન્જિનિયર, ડિઝાઈન એન્જિનિયર, સિનિયર એક્ઝિક્યુટિવ-
ફાઈનાન્સ, કેમિસ્ટ, કેમિકલ એન્જિનિયર, રિએક્ટર ઓપરેટર તથા એપ્રેન્ટિસ સહિતની જગ્યાઓ માટે ભરતી
કરવામાં આવશે.
આ ભરતીમેળામાં બી.ઈ. મિકેનિકલ, બી.ઈ. કેમિકલ, એમ.કોમ., એમ.એસ.સી. કેમિસ્ટ્રી, એમ.એસ.ડબલ્યુ.,
ઈન્ટર સી.એ., બી.કોમ., બી.એસ.સી. કેમિસ્ટ્રી તેમજ ડિપ્લોમા/આઈ.ટી.આઈ. જેવી શૈક્ષણિક લાયકાત
ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.
રસ ધરાવતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી
ભવન, ભાવનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.
ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત તથા અનુભવને લગતા જરૂરી દસ્તાવેજો સાથે રિઝ્યુમની ૪
નકલો લાવવાની રહેશે અને ભરતી મેળામાં સ્વખર્ચે હાજરી આપવાની રહેશે, તેમ ભાવનગર યુનિવર્સિટી
રોજગાર કેન્દ્રની અખબારી યાદીમાં જણાવાયું છે.
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ૨૦ ઓગસ્ટે ભરતી મેળો યોજાશે













Recent Comments