અમરેલી

દામનગર શહેર આયોજિત શ્રી કુંભનાથ મહાદેવ શ્રી વૈજનાથ મહાદેવ ની દિવ્ય ૧૦ મી પાલખી યાત્રા માં “પ્રથમવાર કેરલ રાજ્ય ના સાંસ્કૃતિક કથિકલી નૃત્ય ની પ્રસ્તુતિ કરાશે”

દામનગર શહેર માં સમસ્ત શહેર આયોજિત ૧૦ મી શ્રી કુંભનાથ મહાદેવ શ્રી વૈજનાથ મહાદેવ ની દિવ્ય પાલખી યાત્રા માં પ્રથમ વાર દક્ષિણ ભારત ના કેરલ રાજ્ય ના સાંસ્કૃતિક કથિકલી નૃત્ય ની પ્રસ્તુતિ કરાશે 

બપોર ના ૨-૩૦ કલાકે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર થી દિવ્ય પાલખી યાત્રા નું પ્રસ્થાન થશે સરદાર ભુવન સરદાર ચોક થી મુખ્ય રાજ માર્ગો ઉપર દર્શનીય નજારા સાથે હજારો શ્રદ્ધાળુ શિવોપાસ્ક ની વિશાળ ઉપસ્થિતિ માં જુની શાક માર્કેટ મોટા બસ સ્ટેન્ડ ૧૧૧ પ્લોટ આગળ ના રોડ ઉપર થી. સિવિલ હોસ્પિટલ આગળ થી સાંજ ના ૭-૦૦ કલાકે હર હર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં દિવ્ય પાલખી યાત્રા વિસર્જન કરાશે હજારો શિવ અનુષ્ઠકો ને એક પંગથે ફરાળ મહા પ્રસાદ પીરસાશે સમગ્ર પંથક માં શ્રવણ માસ ના બીજા યોજાતી દિવ્ય પાલખી યાત્રા ના રૂટ સ્વયંમ સેવકો વ્યવસ્થા પ્રસાદ સહિત ની બાબતો અંગે માઇક્રો પ્લાનિંગ સમગ્ર શહેર માં શિવ અનુષ્ઠકો ની ગાયત્રી મંદિર ખાતે રાત્રી એ બેઠક યોજાય સામાજિક સંવાદિતા વચ્ચે દેવ ઉત્સવ ને લઈ બેનમુન આયોજન ને આખરી ઓપ સમગ્ર શહેર હીરા ઉદ્યોગ બપોર પછી સ્વૈચ્છિક બંધ રાખી પાલખી યાત્રા માં જોડાશે દામનગર શહેરી સહિત પંથક ના ગ્રામ્ય વિસ્તાર માંથી પણ શિવ ભક્તો ને જોડાવા અનુરોધ કરાયો અઢારેય આલમ ની હાજરી માં બેઠક યોજાય દિવ્ય પાલખી યાત્રા સમરસતા પ્રગટી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા વિવિધ સંગઠનો મંડળો ના પ્રતિનિધિ ઓની ઉપસ્થિતિ વચ્ચે ૧૦ મી શ્રી કુંભનાથ મહાદેવ ની દિવ્ય પાલખી યાત્રા ને વ્યાપક બનાવવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો 

Related Posts