આગામી તા 4 ને શુક્રવાર ના રોજ યુવા ગ્રુપ આહિર સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ ઉજવાશે. જેમાં મોટી સંખ્યા માં ભાવિકો જોડાશે.
અહીં કૃષ્ણ જન્મોત્સવ નિમિતે એક ભવ્ય અને રંગારંગ શોભાયાત્રા કાઢવામાં આવશે.
ઉપરાંત પૂજન, આરતી, થાળ વગેરે કાર્યકમો નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કોદિયા ગામે યદુવંશી યુવા આહિર સમાજ ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
જન્મોત્સવ નિમિતે કોદિયા ખાતે એક ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવીણ તોગડિયા, માયાભાઈ આહિર, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, રઘુભાઈ હુંબલ, ડૉ મનહર બળદાણીયા વગેરે ઉપસ્થિત રહેશે.















Recent Comments