અહીંની જે.વી. મોદી હાઈસ્કૂલમાં આપત્તિજનક પરિસ્થિતિમાં સાવચેતી અને સલામતી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ફાયર સેફ્ટીનો પ્રાયોગિક ડેમો યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે ગભરાયા વિના સુરક્ષિત રહેવા અને યોગ્ય સજાગતા દાખવવા અંગે માહિતી આપી પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખશ્રી કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા અને ટ્રસ્ટી મંડળના પ્રોત્સાહન તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલશ્રી જીતુભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ આયોજન સફળ રહ્યું હતું. જેમાં શાળાના શિક્ષક સાવજ નીતિનભાઈ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર જયંતીભાઈએ વિશેષ સહયોગ આપ્યો હતો. વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ અત્યંત જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થયો હતો.















Recent Comments