ભાવનગર

ભાવનગર જિલ્લામાં આવેલ તમામ શહેરી, ઔદ્યોગિક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મકાન ભાડે આપવાની નોંધણી અંગેનું જાહેરનામું

ભાવનગર જિલ્લામાં જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામાં અનુસાર, સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરી વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો તેમજ
ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્યક્તિઓએ
પોતાના હસ્તકના મકાનો ભાડે આપતા પહેલા આવા મકાન તથા ભાડુઆતોના નામ/સરનામાની વિગતો નિયત
નમુનામાં સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યાં સિવાય કોઈ પણ વ્યક્તિને તેઓ હસ્તકના મકાન ભાડેથી નહીં આપવા
ફરમાવ્યું છે.
જેમાં નં.મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત/ક્યાં વિસ્તારમાં/ ચો.મી.બાંધકામ,મકાન ભાડે
આપવા સત્તા ધરાવતાં વ્યક્તિનું નામ,મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું?, જે વ્યક્તિઓને ભાડે
આપેલ છે તેમનાં પાકા નામ/સરનામાં/ફોટા/પાસપોર્ટ/ડ્રાઈવીગ લાયસન્સ/પાનકાર્ડ પુરાવારૂપે સાથે આપવા,મકાન
માલિકોને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ/ સરનામા/ફોટા/પાસપોર્ટ/ડ્રાઇવીંગ લાયસન્સ/પાનકાર્ડ
પુરાવારૂપે સાથે આપવાના રહેશે‌.
આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરો/ગામોનાં મકાન માલિકોને લાગુ પડશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ
અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.”

Related Posts