ભાવનગરના તળાજામાં કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ શિક્ષણ સાથે સંસ્કાર તેમજ મૂલ્ય ઘડતરનું કાર્ય ખૂબ ઉત્તમ રીતે કરે છે. શાળાના બાળકોમાં સામાજિક તેમજ ધાર્મિક સંસ્કારોનું સિંચન વિવિધ ઉત્સવો દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં જ શાળામાં જન્માષ્ટમી ઉજવણી અંતર્ગત ” વાલાના વધામણા ” કાર્યક્રમની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી .
શાળામાં જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનl આયોજન દ્વારા સુંદર વાતાવરણ ઉભું કરવામાં આવ્યું . શાળાના બહેનોએ પોતપોતાના પરંપરાગત પહેરવેશ ધારણ કરી કાર્યક્રમને વધારે સુંદર બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કાનાના આગમન સાથે કરવામાં આવી. ધોરણ 11 ના બહેનોએ સુંદર રાસ દ્વારા વાલાના વધામણા કરાવ્યા. ત્યારબાદ સમગ્ર શાળા પરિવારે રાસ – ગરબાની રમઝટ બોલાવી શાળાના સમગ્ર કાર્યક્રમના આયોજનને ખુબ સફળ બનાવ્યુ . ત્યારબાદ કનૈયાના આગમનની ખુશીમાં મટકી ફોડ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો . સમગ્ર વાતાવરણ નંદ ઘેર આનંદ ભર્યો , જય હો નંદલાલ કી સાથે ગુંજી ઉઠ્યું.
માખણ ચોર , જય રણછોડ ના શબ્દોની સાથે વાતાવરણ માં અનોખી દિવ્યતા પ્રસરી હતી . કાર્યક્રમના અંતમાં કૃષ્ણ ભગવાનની આરતી સાથે પ્રસાદ લઈ કાનાના પારણાંને સમગ્ર વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઝૂલો ઝુલાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
કાર્યક્રમ દરમિયાન સમગ્ર શાળા પ્રાંગણ ગોકુળ બન્યું તેમજ શાળાનું વાતાવરણ ભક્તિમય , આનંદમય , ઉલાસમય અને દિવ્ય બન્યું.

Recent Comments