અમરેલી

સાવરકુંડલાના વિકાસમાં ઐતિહાસિક સીમાચિહ્ન : રૂ. 38.55 કરોડના પાણી અને સુએજના વિકાસકાર્યોનું સાંસદ ભરતભાઈ સુતરિયા તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

17 MLD WTP અને 7.340 MLD STP કાર્યરત થતાં સાવરકુંડલાની પાણી પુરવઠા અને

સ્વચ્છતા વ્યવસ્થાને મળશે નવી ગતિ

સાવરકુંડલા: શહેરના સર્વાંગી અને સુઆયોજિત વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય
ઉમેરાયો છે. સાવરકુંડલા શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ ગંદા
પાણીના વૈજ્ઞાનિક શુદ્ધિકરણ માટે કુલ રૂ. 38.55 કરોડના મહત્વપૂર્ણ વિકાસકાર્યોનું
લોકાર્પણ સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા તથા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે
કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારની અમૃત 2.0 ‘નળ સે જલ’ યોજના અંતર્ગત રૂ. 10.55 કરોડના ખર્ચે નિર્માણ
પામેલા 17 MLD ક્ષમતાવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), 32 લાખ લીટર
ક્ષમતાવાળા સંપ તથા 15 લાખ લીટર ક્ષમતાવાળા ESRનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સુવિધાઓ કાર્યરત થતાં શહેરની પાણી શુદ્ધિકરણ અને પાણી વિતરણ વ્યવસ્થાને વધુ
મજબૂતી મળશે.
આ ઉપરાંત *રૂ. 28 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 7.340 MLD ક્ષમતાવાળા સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)*નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટના કારણે શહેરના
ગંદા પાણીને વૈજ્ઞાનિક પદ્ધતિથી ટ્રીટ કરી તેનું યોગ્ય વ્યવસ્થાપન શક્ય બનશે, જેના
પરિણામે શહેરની સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને પણ વેગ મળશે.
લોકાર્પણ બાદ સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા તથા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ
બંને ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ તેની કામગીરી અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ
કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “સાવરકુંડલાના વિકાસમાં
આજે વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. પાણીની ટ્રીટમેન્ટ અને ગંદા પાણીના
વૈજ્ઞાનિક શુદ્ધિકરણની આ વ્યવસ્થા શહેરના વર્તમાન તેમજ ભવિષ્યના વિકાસ માટે ખૂબ
મહત્વપૂર્ણ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયેલું પાણી નિયમો અને પર્યાવરણીય
ધોરણો અનુસાર નદીમાં છોડવામાં આવે તો આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર
મજબૂત કરવામાં પણ તેનો લાભ મળી શકે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વિકાસ માત્ર રસ્તા અને ઇમારતો પૂરતો સીમિત નથી;
સ્વચ્છ પાણી, સ્વચ્છ પર્યાવરણ અને આધુનિક નાગરિક સુવિધાઓ પણ વિકાસનું
મહત્વપૂર્ણ માપદંડ છે. સાવરકુંડલાને આધુનિક અને સુવિધાસંપન્ન શહેર બનાવવાની
દિશામાં આ બંને પ્રોજેક્ટ મહત્વપૂર્ણ પગલું છે.”
કરોડોના આ વિકાસકાર્યોના લોકાર્પણથી સાવરકુંડલાના નાગરિકોમાં આનંદની લાગણી
જોવા મળી હતી. શહેરના માળખાકીય વિકાસ સાથે પાણી, સ્વચ્છતા અને પર્યાવરણ ક્ષેત્રે
ઊભી થયેલી આ નવી સુવિધાઓ આગામી સમયમાં સાવરકુંડલાના સર્વાંગી વિકાસને નવી
દિશા આપશે.
આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનશ્રી પ્રકાશભાઈ
પાનસુરિયા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જિગેંશભાઈ સાવજ, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી
દીપકભાઈ માલાણી, નગરપાલિકા પ્રમુખશ્રી નયનાબેન કાપડિયા, તાલુકા પંચાયત પ્રમુખ
પ્રતિનિધિ શ્રી મુકેશભાઈ મહીડા, શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુધસિંહ રાઠોડ, તાલુકા
ભાજપ પ્રમુખ શ્રી રજનીભાઈ ડોબરીયા, લીલીયા તાલુકા ભાજપના શ્રી આનંદભાઈ
ધાનાણી સહિત શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો અને
સદસ્યો, ચીફ ઓફિસરશ્રી, ડી.વાય.એસ.પી.શ્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
હતા.

Related Posts