ભાવનગર

ગણેશ શાળા ટીમાણા સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં ગણપતિ મહોત્સવની ભક્તિભેર ઉજવણી થઈ

તળાજા તાલુકામાં દિહોર સ્થિત વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિ ઉત્સવમાં માટીમાંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી ગણપતિ સૌનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. દરરોજ સવાર સાંજ ગણપતિની મહાઆરતી તથા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ અને ભક્તિભાવથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Related Posts