અમરેલી

સાવરકુંડલાના ‘અવાજની દુનિયાના માણિગર’ અનવરખાન પઠાણનો આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ

​અવાજનો જાદુ જેમના શ્વાસમાં વસે છે,

સાવરકુંડલાના દિલમાં એ કલાકાર વસે છે.

​કુદરત  આપે દીર્ઘાયુ અને સદા તંદુરસ્તી,

એ જ દુઆ આજે આખી મહેફિલમાં ગુંજે છે.

–“પાંધી સર” 

​સાવરકુંડલા શહેર એટલે કલા, કાંટા અને કર્મવીરો અને કસબીઓની ભૂમિ. નાવલી નદીના કાંઠે અવાજની એક અનોખી દુનિયા પ્રસ્થાપિત કરી સમગ્ર સાવરકુંડલા શહેરને ગૌરવવંતું કરનાર અવાજની દુનિયાના દિલકશ દિલદાર અને કલા-કલમના સમન્વયરૂપ અનવરખાન પઠાણ આજે પોતાના જીવનના ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫મા વર્ષમાં સુખરૂપ પ્રવેશ કરી રહ્યા છે.

​જ્યારે અનવરખાન પઠાણ સ્ટેજ પર માઈક હાથમાં લે છે, ત્યારે એમનો સિંહ ગર્જના જેવો અને જાદુઈ અવાજ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. હિંદી સિનેમાના દિગ્ગજ કલાકારો જેવા કે *રાજકુમાર, દિલીપકુમાર, રાજેશ ખન્ના, શત્રુધ્ન સિંહા, શાહરુખ ખાન અમરીશ પુરી, અજીત, નાના પાટેકર અને પ્રાણ સાહેબ કવિ ખલીલ ધનતેજવીના સ્વરને હૂબહૂ રજૂ કરવાની તેમની અનોખી કળા જવલ્લેજ જોવા મળે છે.* ગુજરાતમાં મહમદ રફી સાહેબના અવાજના જાદુગાર સિકંદરખાન પઠાણના કુટુંબી ભાઈ એવા અનવરખાન સાવરકુંડલાનું એક અણમોલ આભૂષણ છે. “આવાજ કી દુનિયા કે દોસ્તોં…” ના સાદ સાથે જ્યારે એમની મહેફિલ જામતી ત્યારે સમગ્ર ઓડિયન્સ ‘વન્સ મોર’ના નારાથી ગુંજી ઊઠે છે.

*​આજે તેમના ૫૫મા જન્મદિવસે ‘પાંધી સર’ સહિત સાવરકુંડલા અને સમગ્ર પ્રદેશના કલાપ્રેમીઓ તરફથી તેમને ખોબલે ખોબલે શુભકામનાઓ સાંપડી રહી છે.* ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને જીવનમાં સફળતાના સર્વોચ્ચ શિખરો પ્રદાન કરે તેવી પ્રાર્થના.

Related Posts