અમરેલી

સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ખાદીની ખરીદી કરી ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ આપ્યો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પાવન અવસરે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ખાદી ભંડારની મુલાકાત લઈ ખાદીની ખરીદી કરી હતી. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ તેમની સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

​ખાદી ખરીદી સાથે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીજીનું સ્વદેશીનું સ્વપ્ન આજે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ સાથે નવી શક્તિ મેળવી રહ્યું છે. તેમણે ખાદી ક્ષેત્રે જોડાયેલા સ્થાનિક કારીગરો અને ગૃહઉદ્યોગોને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી સૌ નાગરિકોને સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપવા અપીલ કરી હતી. સાથે જ ‘વોકલ ફોર લોકલ’ના વિચારને જનજીવનમાં વધુ વ્યાપક બનાવી દેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Related Posts