અમરેલી

મતિરાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ડિજિટલ એક્સ રે ની કામગીરી

લાઠી મતિરાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ડિજિટલ એક્સ રે ની કામગીરી રાષ્ટ્રિય ટીબી નિર્મૂલન કામગીરી ના ભાગ રૂપે “૧૦૦ દિવસ ટીબી નિદાન ઝુંબેશ’ અંતર્ગત મતિરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેંડ હેલ્ડ ડિજિટલ એક્સ રે મશીન દ્વારા ટીબી ના શંકાસ્પદ દર્દીઓ અને જોખમી ચિન્હો ધરાવતા ૯૨ લાભાર્થીઓ ના છાતી ના ડિજિટલ એક્સ રે પાડી, તબીબી તપાસ કરી નિદાન અને સારવાર માટે ની કામગીરી કરવા માં આવેલ છે. મતિરાળા અને આસપાસ ના કેરાળા, અલીઉદેપુર ગ્રામ્ય વિસ્તાર ના દર્દીઓ ને સ્થળ પર જ આધુનિક ઉપકરણો દ્વારા વિના મૂલ્યે નિદાન અને સારવાર થાય તે હેતુ થી લાઠી ના ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ ડો. હરિવદન પરમાર, ધર્મેશ વાળા, નિમેશ મેશીયા અને આરોગ્ય કર્મીઓ એ સમગ્ર કામગીરી નુ સફળ આયોજન કરેલ હતું.

Related Posts