Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 42)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
વિસાવદરના એકતા નગરમાં રહેતો એક યુવાન લસણ-ડુંગળીનો વેપાર કરતો હોય અને ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતો હતો અંતે ગુંદાળી ગામે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને સારવારમાં મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, એકતાનગર વિસાવદરમાં રહેતાં ભરતભાઈ અર્જુનભાઈ અગ્રાવતે ભેંસાણ પોલીસ મથકમાં જણાવ્યાં અનુસાર વિપુલ અર્જુનભાઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભુજ માંડવી ધોરીમાર્ગ પરના દહીંસરા પાસે રાત્રિના શેરડી તરફ જતી ટ્રકમાં અચાનક નીચેના ભાગે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી ઉઠી હતી. ચાલતી ટ્રકમાં આગ લાગવાથી ટ્રક ચાલકે ટ્રકને માર્ગની બાજુમાં ઉભી રાખી ટ્રક નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો. જાેકે આગના કારણે ટ્રકના ૮ ટાયર સહિત અન્ય ભાગ સળગી જતા અંદાજિત રૂ. ત્રણેક લાખનું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં કુવરબાઈ જૈન ધર્મશાળા ખાતે ગ્રભોપનિષદ ફાઉન્ડેશન દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, આર્યુવેદ વ્યાસપીઠ અને ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે “સુપ્રજા -૨૦૨૩”દ્વિતીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આર્યુવેદના કાશી ગણાતા જામનગરના આંગણે “સુપ્રજા -૨૦૨૩” રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં બે સેશનમાં જુદા જુદા ૧૭૦ જેટલા આયુર્વેદના Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી જિલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે મોરબીના મહેન્દ્રપરા શેરીનં.૨ માં આવલા મહાકાળી માતાના મંદીરમાં માતાજીની મુર્તીમાંથી દાગીના અને છત્તર સહિત રૂપિયા ૧.૪ લાખની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. મોરબીના સરદારબાગ પાછળ શિવમ હાઈટ્‌સમાં રહેતા દિનેશ મોતીલાલ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ સદભાવના બળદ આશ્રમમાં ૫૦૦ થી વધુ બળદોને આશ્રય.  સંસ્થાનાં વિશાળ પરીસરમાં ભવિષ્યમાં ૧૦,૦૦૦ બળદોને પ્રવેશ અપાશે. સદભાવના બળદ આશ્રમ દ્વારા બળદોની જીંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમ જ માલસામાનની હેરફેર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગોંડલની ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ટાઉનહોલ ગોંડલ ખાતે યોજાયો હતો. જેમાં ધોરણ ૧૦, ૧૨ કોમર્સ અને સાયન્સમાં અભ્યાસ કરી માર્ચ ૨૦૨૨ની પરીક્ષામાં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને તથા બોર્ડમાં ટોપ ટેન આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ટાઉનહોલ ગોંડલ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાપર તાલુકાના મોમાંયમોરા ગામનો ૧૬ વર્ષીય કિશોર તા. ૨૭ના ઘરેથી રિસાઈને બહાર નીકળી ગયો હતો. બપોર સુધી ઘરે પરત ના ફરતા પરિજનોએ શોધખોળ કરતા તેની સાયકલ ગામથી ૬ કિલોમીટર દૂર માંજુવાસ નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી. જેના પગલે સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલના પાણીમાં શોધ આદરી હતી, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો અને તંત્રની […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વાંકાનેરમાં રહેતી પરિણીતાના લગ્ન જામનગરના મુંગણી ગામે થયા હતા. જ્યાં પતિ તેમજ સાસરિયાઓ માર મારી શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા હતા અને પ્રસુતિ હોવા છતાં પણ દવાખાને ના લઇ જઈને હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ પરિણીતાએ મોરબી મહિલા પોલીસમાં નોંધાવી છે. મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરમાં રેલ્વે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલ ઉમિયા મોબાઈલ નામના શો રૂમમાં નોકરી કરતા મેનેજર અને કેશીયરે ૨૨ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. કેશીયરે મોબાઈલ વેચાણ પેટેની પાંચ લાખની રકમ જમા નહીં કરાવી અને શોરૂમના મેનેજરે ૧૭ લાખની કિંમતના ફોન બારોબાર વેચી નાખીને છેતરપીંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. જામનગરમાં લીમડા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સોમનાથ, સુત્રાપાડા,વેરાવળ તેમજ ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લાના વર્ષ થી જાણીતા એવા યશસ્વી પત્રકાર દીપકભાઈ કકકડ તેના થનગનતા અને મનગમતા જીવનના ૫૮ વર્ષ માં શનિવારે પ્રવેશ કરી રહયા છે સમાચાર પત્રો અને જાહેરખબર એજન્સીના સંચાલક યુવા એવા દીપકભાઈ કકકડ વરીષ્ઠ પત્રકાર છે. સ્વ.પિતાશ્રી વ્રજલાલભાઈ કકકડ અને માતાશ્રી સ્વ.દમયંતીબેન ના આર્શિવાદથી ચાર દસકાનું વર્તમાન પત્રોની દુનીયામાં અસોમ ખેડાણ Continue Reading