તા. ૨૬-૦૮-૨૦૨૬ ના રોજ લોકશાળા ખડસસલી ખાતે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના સાનિધ્યમાં એક વિશેષ ‘ગ્રાહક સુરક્ષા સેમિનાર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી હિરાણી સાહેબ, જાણીતા પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી, તેમજ અધ્યાપન મંદિર સાવરકુંડલાના ડો. રવિ મહેતા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારની શરૂઆતમાં પ્રાર્થના અને બાદમાં ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી રવિ મહેતા સાહેબે ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય આપ્યો હતો.
કાર્યક્રમમાં વક્તવ્ય આપતા શ્રી પાંધી સાહેબે ગ્રાહક સુરક્ષાના કાયદાઓ અને કોઈપણ વસ્તુ ખરીદતી વખતે કઈ-કઈ કાળજી રાખવી તે અંગે વિવિધ રસપ્રદ ઉદાહરણો દ્વારા જીવનઉપયોગી માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ ડો. રવિ મહેતા સાહેબે ગ્રાહક તરીકેની જાગૃતિ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા પાકું બિલ લેવું અને એમ.આર.પી.થી વધુ રૂપિયા ક્યારેય ન આપવા. તેમણે વેપારીઓ ગ્રાહકોને કઈ-કઈ રીતે છેતરતા હોય છે તેની વિગતવાર સમજ આપી હતી.
મંડળના પ્રમુખ શ્રી હિરાણી સાહેબે દૂધ અને પનીરમાં થતી ભેળસેળ, ખાંડ તથા ચાની ભૂકીમાં થતી ભેળસેળ અને અન્ય રોજીંદી વસ્તુઓમાં થતી ભેળસેળ ઓળખવાની તથા તેનાથી બચવાની ઉપયોગી માહિતી આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં લોકશાળા ખડસસલીના શિક્ષક શ્રી ગોવાભાઈ બી. ગાગીયા, રાજશ્રીબેન નિમાવત અને કિશનભાઈ બલિયાએ ભારે જહમત ઉઠાવી હતી.















Recent Comments