લીલીયા તાલુકા ના પ્રસિદ્ધ શિવાલય શ્રીઅંટાળીયા મહાદેવ ના સાનિધ્ય માં આજે પહેલા રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ સુધી મા નેત્રયજ્ઞ મા ૭૧ દર્દી નારાયણો આંખ ની તકલીફ ભોગવતા લોકો ની સારવાર નિદાન થયા જરૂરિયાત મુજબ ચશ્મા, દવા, ટીપાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ નેત્રયજ્ઞ ના આર્થિક સહયોગી જયંતિભાઈ બાબરીયા એકલારા ધનજીભાઈ રાખોલિયા અકાળા ની ઉદત ભાવના એ આંખ નિદાન માટે જરૂરી આધુનિક ઓટો રિફ્રેક્ટર,સિલ્ટ લેમ્પ, અને તમામ ખર્ચ માટે સહયોગી બની માનવતા ની જયોત શ્રી અંટાળીયા મહાદેવ મંદિર પરિસર માં યોજાયેલ કેમ્પ માં ઓપ્થ.દિનેશભાઈ જોગાણી લોકદ્રષ્ટિ ચક્ષુબેક સુરત અને ચંદ્રેશભાઈ બળદાણીયા માનદ સેવા આપે છે. આ અભિયાન ના પ્રચાર પ્રસાર માટે વિઠ્ઠલભાઈ માંદલિયા ડોક્ટર જયંતિભાઈ કુંભાણી, ભૂપતભાઈ કનાળા, કાનજીભાઈ અંટાલિયા રામપર યથાર્થ પ્રયત્ન કરે છે. લીલીયા હરીપર ગામ ના કાળુભાઈ વેકરીયા રવજીભાઈ કિકાણી મધુભાઈ આલગીયા નારણભાઈ આલગીયા સહિત સ્વયંસેવક ની ટીમ સતત સેવા આપે છે શ્રી અંટાલીયા મહાદેવ અને રામજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ નાનુભાઈ વેકરીયા હરીપર અને તમામ ટ્રસ્ટી ગણ આ વિસ્તાર ની જનતા ને ઉપયોગી થવા માટે આ માનવતાવાદી કાર્ય નેત્રયજ્ઞ મા પધારવા અનુરોધ કર્યો હતો લાઠી, લીલીયા, અમરેલી, સવાર કુંડલા, ગારિયાધાર તાલુકાના નજીક ગામો ના લોકો માટે નેત્ર સુરક્ષા જળવાઈ રહે તે માટે આ અભિયાન શરૂ છે. ખાસ આ વિસ્તાર ના લોકો કોઈ કાળી કીકી ના કારણે અંધત્વ ભોગવતા હોય તેના માટે આશીર્વાદ સમુ અભિયાન છે. નેત્ર પ્રત્યારોપણ માટે સુરત ની લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને મળેલ નેત્રદાન થકી અને ડો પ્રફુલ્લભાઇ શિરોયા, પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેક અને કોર્નિયલ સર્જન ડૉ પિંકલબેન માથુકીયા/શિરોયા,ડો સંકિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ થાય છે. લીલીયા, લાઠી નેત્ર સુરક્ષા, નેત્રદાન લોકદ્રષ્ટિ સમિતિ નેત્રદાન સ્વીકારવા માટે ટીમ ડૉ જયંતિભાઈ કુંભાણી, ડૉ મિતુલભાઈ આસોદરિયા અને વિજયભાઈ ભાલાળા, નરેશભાઈ વાળા સહયોગી બની રહ્યા છે
અંટાળીયા મહાદેવ ના સાનિધ્ય માં નેત્રયજ્ઞ યોજાયો મોતિયા ના દર્દી ઓને ઓપરેશન માટે સુદર્શન નેત્રાલય અમરેલી મોકલી અપાયા




















Recent Comments