ભાવનગર

ગારીયાધાર (વાલમધામ) ના પંખી ના માળા જેવું સીતાપુર -પાનસડા ગામ ની ૩૫૦ થી વધારે દીકરી ઓનું સ્નેહમિલન સમારોહ

ગારીયાધાર ના સીતાપૂર પાનસડા ગામ ની દીકરી ઓનું સુરત ખાતે “ચાલ સખી સહિયર મૈયરમાં” સ્નેહ મિલન યોજાયું ભાવનગર જિલ્લાના ગારીયાધાર (વાલમધામ) તાલુકાના સીતાપુર-પાનસડા ગામની દીકરીઓની અનોખી પહેલ  “ચાલ સખી સહિયર મૈયરમાં” 

શીર્ષક હેઠળ સુરત વરાછા વિસ્તાર ખાતે સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ સ્નેહમિલન માં બહેનોમાં સંસ્કાર, સહકાર અને સમર્પણ ની ભૂમિ સીતાપુર-પાનસડા ની દીકરીઓ એ વિચાર્યું કે આપણે એકતાની ભાવનાઓ કેમ ચૂકી જઈએ.બસ એમાંથી જન્મ્યો આ “સ્નેહોત્સવ” ગામની કુંવરીઓ અને લગ્ન બાદ સુરત શહેરમાં વસવાટ કરતી દીકરીઓ એક મંચ પર એકત્રિત થઈ હતી.

બાળપણ ની યાદો, શાળા ની મસ્તી અને ગામના ખેતરોની વાતો સાંસ્કૃતિક કાર્યક્રમ રાસગરબા જૂની યાદો અને સ્નેહભોજન સાથે આયોજક બહેનો ની અથાગ મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો  દીકરી એટલે ગામનું ગૌરવ દીકરી નું મહત્વ પિયર ની માયા અને ગામના સંસ્કારો વિશેના તેમના ભાવુક શબ્દોએ દરેક બહેનોની આંખો ભીની કરી દીધી હતી.

Related Posts