Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
દુધાળા મહાપુરુષો ની પ્રતિમા તોડવાની બહુચર્ચિત ઘટના નિર્દોષ ને ગંભીર ગુના સંડોવી દેવાનો ઈરાદો સામાજિક શાંતિ જોખમાય તેવા અપકૃત્ય ની ઓડિયો કલીપ સાથે સુખડીયા ની એસ પી ને રજુઆત

દામનગરની જીવદયા નંદી સેવા સંસ્થાની મુલાકાતે યુવા સહકારી અગ્રણી મનીષભાઈ સંધાણી સહિતની ટીમ

દામનગરની જીવદયા નંદી સેવા સંસ્થાની મુલાકાતે યુવા સહકારી અગ્રણી મનીષભાઈ સંધાણી સહિતની ટીમ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

હજારો અબોલ જીવોના આશ્રયસ્થાન જીવદયા નંદી સેવા સંસ્થામાં સેવાકાર્ય, સારવાર અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુંદામનગર ખાતે બળદ સહિત હજારો અબોલ જીવોના લાલન-પાલન, નિર્વાહ અને સારવારની સેવા કરતી જીવદયા નંદી સેવા સંસ્થાની યુવા સહકારી અગ્રણી મનીષભાઈ સંધાણી સહિતની ટીમે મુલાકાત લીધી હતી....

હજારો અબોલ જીવોના આશ્રયસ્થાન જીવદયા નંદી સેવા સંસ્થામાં સેવાકાર્ય, સારવાર અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

દામનગર ખાતે બળદ સહિત હજારો અબોલ જીવોના લાલન-પાલન, નિર્વાહ અને સારવારની સેવા કરતી જીવદયા નંદી સેવા સંસ્થાની યુવા સહકારી અગ્રણી મનીષભાઈ સંધાણી સહિતની ટીમે મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન ટીમે સંસ્થામાં અબોલ જીવો માટે કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવા, નિર્વાહ, સારવાર તેમજ વિવિધ વિભાગોની વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. સંસ્થામાં સ્વચ્છતા, પશુઓની સારસંભાળ અને સુચારુ વ્યવસ્થા જોઈ ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.યુવા સહકારી અગ્રણીની આ મુલાકાત પ્રસંગે અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ તથા સેવાભાવી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભગવાનભાઈ નારોલા, હરેશભાઈ વાવડીયા, મનસુખભાઈ નારોલા, કૌશિકભાઈ બોરીચા, ચિરાગભાઈ સોલંકી, પ્રિતેશભાઈ નારોલા, નરેશભાઈ નારોલા, કાળુભાઈ નારોલા, સંજયભાઈ જાડા, જીતુભાઈ બલર, જયંતિભાઈ નારોલા, સુજીતભાઈ ડબસરા, નટુભાઈ આસોદરિયા, કરમશીભાઈ કાસોદરિયા, ભીખુભાઈ કાનાણી, ભોળાભાઈ આલગિયા સહિતના અનેક સામાજિક અગ્રણીઓ અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અબોલ જીવોની સેવા એ જ સાચી જીવદયા છે. હજારો અબોલ જીવોને આશ્રય, આહાર અને સારવાર આપતી જીવદયા નંદી સેવા સંસ્થા ખરેખર જીવદયા અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહી છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)