દામનગર : સમગ્ર રેવન્યુ વગડીયા વિસ્તારનાં આસ્થાના કેન્દ્ર એવા વગડીયા સ્થિત આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થે પધારેલા ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર અને અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઈ સંધાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મનીષભાઈ સંધાણી પોતાની ટીમ સાથે માતાજીના દર્શનાર્થે પધારતાં સ્થાનિક યુવા અગ્રણીઓ, ખેડૂતો, સામાજિક કાર્યકરો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો દ્વારા શાલ, શિલ્ડ અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મનીષભાઈ સંધાણીએ ઉપસ્થિત યુવા અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે વિસ્તૃત પરામર્શ કર્યો હતો. સહકારી ક્ષેત્રના વિકાસ, ખેડૂતોના પ્રશ્નો અને યુવાનોની સામાજિક ભાગીદારી સહિતના વિવિધ વિષયો પર હૃદયપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે વગડીયા વિસ્તારના અગ્રણીઓ અને યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.યુવા સહકારી અગ્રણી સન્માન કરતા શ્રી ખોડિયાર માતાજી મંદિર મહંત પ્રીતમદાસબાપુ અક્ષરગ્રુપ ના મોભી હરેશભાઇ વાવડીયા જ્યંતીભાઈ નારોલા ભગવાનભાઈ નારોલા અમરશીભાઈ નારોલા મયુરભાઈ હીરપરા મનસુખભાઇ નારોલા કરમશીભાઈ કાસોદરિયા દિનેશભાઇ નારોલા જગદીશભાઈ બોખા ભીખુભાઇ કાનાણી કૌશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી પ્રિતેશભાઈ નારોલા સુજીતભાઈ ડબસરા ભુપતભાઈ નારોલા દામનગર નાગરિક સરાફી મંડળી ના મંત્રી અનિલભાઈ જાગાણી જયભાઈ નારોલા અજયભાઈ શુક્લ કોષલભાઈ વાજા વિનુભાઈ ગોડલિયા જીતુભાઇ બલર નટુભાઈ આસોદરિયા બિમલ પંડયા નરેશભાઈ નારોલા સંજયભાઈ જાડા કાળુભાઈ નારોલા સહિત અસંખ્ય અગ્રણી કાર્યકરો સહકારી મંડળી ઓના ડિરેકટરો કર્મચારી ઓની ઉપસ્થિતિ મહા પ્રસાદ મેળવ્યો હતો