વેરાવળ શહેર માં જલ્યાણ ગ્રુપ દ્વારા સૌ પ્રથમવાર પુજય શ્રી વિરબાઈ માંની પુણ્યતિથી નીમીતે લોહાણા જ્ઞાતિજનો માટે સમુહજ્ઞાતિ ભોજન પ્રસાદીનું આયોજન કરાયેલ છે જેમાં સીનીયર સીટીઝન ભાઈઓ બહેનો માટે ટેબલ ખુરશી વ્યવસ્થા રખાયેલ છે આ ઉમદાકાર્ય માં સહયોગ આપવા માંગતા જ્ઞાતિજનોએ સંપર્ક કરવા જણાવેલ છે.
વેરાવળ જલ્યાણ ગ્રુપ ના ચેરમેન તેમજ લોહાણા મહાજન પ્રમુખ દીપકભાઈ કકકડે જણાવેલ હતું કે સૌ પ્રથમવાર તા.૨/૧૨/૨૦૨૬ ને બુધવારે સાંજે ૭ વાગ્યે પુજય શ્રી વિરબાઈ માં ની ૧૫૦ મી પુણ્યતિથી નિમીતે લોહાણા જ્ઞાતિજનો રધુવંશી પરીવાર માટે સમુહજ્ઞાતિ ભોજન નું આયોજન કરાયેલ છે જેમાં જ્ઞાતિગંગા દર્શન કરવા માટે વેરાવળ ભાલકા ભીડીયા જીઆઈડીસી સોમનાથ તથા તાલુકાના દરેક લોહાણા જ્ઞાતિજનો એ પરીવાર સાથે ભોજન પ્રસાદીનો લાભ લેવા અપીલ કરાયેલ છે.
ભકિત પરંપરાની દિવ્યજયોત પરમ પુજય માતૃશ્રી વિરબાઈ માં ની ૧૫૦ ની પુણ્યતિથી સૌ પ્રથમવાર યોજાય રહેલ છે જેથી જ્ઞાતિનજનો માં પણ ધારે થનગનાટ જોવા મળે છે લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગાઉન્ડમાં સુંદર આયોજન કરાયેલ છે જેમાં સીનીયર સીટીઝન ભાઈઓ બહેનો માટે ટેબલ ખુરશી ની વ્યવસ્થા રાખેલ છે સૌથી મોટા કાર્યમાં જે કોઈ જ્ઞાતિજનો કાચી સામગ્રી અથવા આર્થિક સહયોગ આપવા ઈચ્છા હોય તેમને જલ્યાણ ગ્રુપ ની પ્રોજેકટ ટીમ ના સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.