Loading Date... Gold 24K: ₹88,024 | Silver 1kg: ₹103,854 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડનગરની પવિત્ર ધરા પર વિશ્વશાંતિ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા

અમરેલી ખાતે જીલ્લા ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ

અમરેલી ખાતે જીલ્લા ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવવંદના કરવામાં આવીરાજ્યમંત્રી વેકરીયા, સાંસદ સુતરીયા, ધારાસભ્ય કાકડિયા રહ્યા ઉપસ્થિતતા.

ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવવંદના કરવામાં આવી

રાજ્યમંત્રી વેકરીયા, સાંસદ સુતરીયા, ધારાસભ્ય કાકડિયા રહ્યા ઉપસ્થિત


તા. ૨૬ નવેમ્બર એટલે ભારતના ઈતિહાસનો ગૌરવવંતો દિવસ, આ દિવસે બંધારણ સભાએ રચેલ ભારતીય

લોકશાહીના મહાગ્રંથ સંવિધાનનો સ્વીકાર કરવામાં આવેલો. દેશમાં લોકશાહીના પાયાનો લેખિત દસ્તાવેજ એટલે આપણું

બંધારણ.

દેશના યશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૧૫માં સુરેન્દ્રનગર ખાતે બંધારણને હાથીની અંબાડી પર રાખી

ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ ત્યારથી આ દિવસને “સંવિધાન ગૌરવ દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી

અંતર્ગત દેશ ભરમાં સંવિધાન ગૌરવ યાત્રા તેમજ જન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે.

ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ તેમજ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ

તા. ૨૬ નવેમ્બરના રોજ અમરેલીના ડૉ. જીવરાજ મહેતા ચોક થી મોટા બસ સ્ટેશન સુધી વાજતે ગાજતે “સંવિધાન ગૌરવ

યાત્રા” નીકળી હતી. આ યાત્રામાં ગુજરાત સરકારના કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, વૈધાનિક અને સંસદીય

બાબતોના રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારીના ધારાસભ્ય જે.વી.

કાકડિયા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત, અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, જીલ્લા

પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડેનીભાઈ પરમાર, અમરેલી જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ

મુકેશભાઈ બગડા, અગ્રણી ઉધોગપતિ દિનેશભાઈ ભુવાએ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી

ભાવ વંદના કરી હતી.

ભારતનું બંધારણ આપણા લોકતંત્રની મજબુત આધારશિલા છે, દેશની એકતા, અખંડિતતા, સમાનતા અને ન્યાયના

મુલ્યોને જાળવી રાખવા તેમજ સંવિધાનના આદર્શોને જીવનમાં ઉતારવા ઉપસ્થિત જાગૃત નાગરિકોએ સંકલ્પ કર્યો હતો.

સંવિધાન ગૌરવ યાત્રામાં જીલ્લા ભાજપના ઉપપ્રમુખ મેહુલ ધોરાજીયા, મનોજ મહીડા, જયાબેન ગેલાણી, મંત્રી

ક્રિષ્નાબેન મકવાણા, પ્રવિણ સાવજ, મહેશ જાવિયા, કાર્યાલય મંત્રી મહેન્દ્ર ચાવડા, વિપુલ ભટ્ટી, જીલ્લા અનુસુચિત જાતિ

મોરચાના મહામંત્રી પ્રવિણ વાળા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ

ચેરમેન પ્રકાશ પાનસુરીયા, જીલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ, અમરેલી નગરપાલિકાના મૌલિક ઉપાધ્યાય, વિરલ પોપટ,

હરી કાબરીયા, મનીષ ધરજીયા, ચિરાગ ચાવડા, અલ્કાબેન ગોંડલીયા, કાળુ પાનસુરીયા, બીપીન લીંબાણી, પરેશ દાફડા,

નિખિલ આશર, જયંતી ધાનાણી, ગીરીશ ત્રાપસીયા, કેવલ મહેતા, હિંમતભાઈ દોંગા, જીલ્લા યુવા મોરચા પ્રમુખ ચેતન

ધાનાણી, જીવન બારૈયા, તાલુકા ભાજપ પ્રમુખ મધુ હરખાણી, પ્રવિણ માંગરોળીયા, ગુણવંત સાવલિયા, નિકુલ માંડણકા,

જશુભાઈ ખુમાણ, દિવ્યેશ વેકરીયા, સંજય રામાણી, મનસુખ ગાંગડીયા, રણજીત વાળા, કાળુ વાળા, હરેશ ધાધલ, નાથાલાલ

પરમાર, મધુ ચાવડા, પી.એમ. મકવાણા, હિતેષ સોલંકી, કાળુ પરમાર, જીગ્નેશ દાફડા, શહેર ભાજપના યોગેશ ગણાત્રા,

રાકેશ સાવલિયા, રેખાબેન પરમાર, આરતીબેન અટારા, પ્રવિણાબેન રાઠોડ, કિરણબેન પડાયા, કાશ્મીરાબેન વ્યાસ,

ગીતાબેન વાઘ, છાયા ગેડિયા, સુનીલ ઝીઝુવાડીયા, ચિરાગ ત્રિવેદી, દેવરાજ બાબરિયા, સંદીપ માંગરોળીયા, તુષાર વાણી,

ભાવેશ સોમૈયા, ભાવેશ વાળોદરા, પ્રવિણ તરવાડીયા, હિતેષ પરમાર, મનીષ ઠુંમર, અમિત રાજપરા, આનંદ મહેતા, નરેશ

મકવાણા, હિતેન્દ્રસિંહ વાળા, કિરીટ બગડા, રવજી ચૌહાણ, લક્ષમણભાઈ, વિપુલ ભેસાણીયા, અનિરુધ્ધસિંહ વાઝા, લલિત

મારૂ, આનંદ ભટ્ટ, સવજી બાંભવા, રમેશ સાંગડીયા, ગૌરવ મહેતા, દીપક રાખોલિયા, મયકુ મહેતા, વીકી ટીમાણીયા સહિત

વિવિધ મંડળના હોદેદારો તેમજ વિશાલ સખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ જીલ્લા મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ

અખબારી યાદીમાં જણાવ્યું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)