Loading Date... Gold 24K: ₹88,024 | Silver 1kg: ₹103,854 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડનગરની પવિત્ર ધરા પર વિશ્વશાંતિ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા

સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ભીમજીભાઈ કળથીયાના નિધનથી શોકનું મોજું

સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ભીમજીભાઈ કળથીયાના નિધનથી શોકનું મોજું
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

85 વર્ષની વયે સુરતમાં લીધા અંતિમ શ્વાસ; સોમવારે માદરે વતન હજીરાધારમાં પ્રાર્થના સભા યોજાશેદામનગર: દામનગર નજીક આવેલા હજીરાધાર ગામના વતની અને સુરતના જૂની પેઢીના જાણીતા હીરા ઉદ્યોગપતિ ભીમજીભાઈ શેઠ કળથીયાના નિધનથી હીરા ઉદ્યોગ સહિત સામાજિક ક્ષેત્રમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

85 વર્ષની વયે સુરતમાં લીધા અંતિમ શ્વાસ; સોમવારે માદરે વતન હજીરાધારમાં પ્રાર્થના સભા યોજાશે

દામનગર: દામનગર નજીક આવેલા હજીરાધાર ગામના વતની અને સુરતના જૂની પેઢીના જાણીતા હીરા ઉદ્યોગપતિ ભીમજીભાઈ શેઠ કળથીયાના નિધનથી હીરા ઉદ્યોગ સહિત સામાજિક ક્ષેત્રમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. 85 વર્ષની વયે રાષ્ટ્રીય સંવિધાન દિવસના રોજ સુરત ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સમયે અમેરિકા સ્થિત પુત્ર-પુત્રીઓ પણ સુરત ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

શિસ્ત, પ્રમાણિકતા, નિષ્ઠા, કુટુંબભાવના અને ભારતીય સંવિધાનના હિમાયતી એવા ભીમજીભાઈએ પોતાની આગવી કોઠાસૂઝ, દૂરંદેશી અને પરિશ્રમથી હીરા ઉદ્યોગમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રોજગારી પૂરી પાડવા તેઓ હંમેશાં તત્પર રહેતા હતા. તેમણે આશરે 100 એકર વિસ્તારમાં ડાયમંડ નગરનું નિર્માણ કરી 1,500થી વધુ કારીગરો માટે આવાસ અને રોજગારીની વ્યવસ્થા ઊભી કરી હતી. તેમના આ યોગદાનથી તેઓ સુરતના અગ્રણી ઉદ્યોગપતિ તરીકે પ્રસ્થાપિત થયા હતા.સામાજિક ક્ષેત્રે પણ તેમની સર્જનાત્મક દૃષ્ટિ અને સેવાભાવના નોંધપાત્ર રહ્યા હતા. તેઓ દામનગર તાલુકા કલ્યાણ મંડળના ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા. આ ઉપરાંત વિવિધ આરોગ્યલક્ષી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક સહયોગ આપી સમાજસેવામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.માદરે વતન હજીરાધાર પ્રત્યે તેમને અપાર લગાવ હતો. વતન સાથેના ગાઢ સંબંધને કારણે જીવનના અંતિમ વર્ષોમાં તેઓ સુરત, વતન અને અમેરિકા વચ્ચે સતત આવનજાવન કરતા રહ્યા હતા.તેમની અંતિમવિધિમાં સુરત શહેર તેમજ દામનગર વિસ્તારના અનેક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક કાર્યકરો અને સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા.સ્વર્ગસ્થ ભીમજીભાઈ કળથીયાને શ્રદ્ધાંજલિ અર્પવા સોમવારે તેમના માદરે વતન હજીરાધાર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના નિધનથી હીરા ઉદ્યોગે એક અનુભવી ઉદ્યોગપતિ અને સમાજે સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)