સાવરકુંડલા, શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર - ૨ માં તા. ૧૭-૧૦-૨૬ શનિવાર ના રોજ ૩૩ વર્ષ સુધી શિક્ષણની અવિરત સેવા આપનાર પૂજ્ય શિક્ષિકા *શ્રી દિવ્યકલાબેન દાનજીભાઈ બારૈયા* નો ભાવભીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
દિવ્યકલાબેને તેમની ૩૩ વર્ષની યશસ્વી કારકિર્દીમાં સેંકડો દીકરીઓના જીવન ઘડતરમાં અને કન્યા કેળવણીને આગળ વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે શાળાના આચાર્યા શ્રી ભારતીબેન બી. રાઠોડ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં *T.P.O. શ્રી સરવૈયા સાહેબ, B.R.C. શ્રી તુષારભાઈ જાની સાહેબ અને C.R.C. શ્રી વિપુલભાઈ દુધાત સાહેબ પે.સેન્ટર શાળાના આચાર્ય શ્રી જયસુખભાઈ જાદવ સાહેબ* ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાળા પરિવાર, શુભેચ્છક મિત્રો અને પરિવારજનો દ્વારા દિવ્યકલાબેનનું શાલ, શ્રીફળપડો, ગુલાબનો હાર પહેરાવી પુષ્પ ગુચ્છ આપી અને પોતાની ૩૨ વર્ષની કામગીરીનો નિચોડ સમાન સન્માનપત્રક સ્મૃતિભેટ અર્પણ કરી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન *શ્રી હર્ષાબેન* દ્વારા કરવામાં આવ્યું હતું અને સન્માનપત્રનું વાંચન શ્રી ગીતાબેન દ્વારા કરેલ અને આભારવિધિ *શ્રી ઈમરાનભાઈ* એ કરી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં મેડમશ્રીના વડીલો,વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ , વર્તમાન સમયમાં ભણતી વિધાર્થીઓ સાથી શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બહેનશ્રીના પપ્પાજીએ શાળાને ૧૮૦૦૦નો ચેક અર્પણ કરી બાળકોને બ્લુટ્રુથની ભેટ આપી હતી શાળાની તમામ દીકરીઓને ફુલ ગુજરાતી થાળીનું ભોજન કરાવ્યું હતું અને પોતાની ધોરણ ૮ ની બાળાઓને અને તમામ સાથી શિક્ષકશ્રીઓને સ્મૃતિ ભેટ આપી હતી.