લાઠી મોંઘવારીના વિરોધમાં અને બ્રિજરાજભાઈ સોલંકીની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા લાઠી ચાવંડ દરવાજા થી પ્રાંત કચેરી સુધી પદયાત્રા કરવામાં આવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું આમ આદમી પાર્ટી દ્વારા લાઠી વિધાનસભા વિસ્તારમાં પ્રાંત અધિકારીશ્રીને ગુજરાતમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતની જનતા દૂધ, શાકભાજી, ગેસ, પેટ્રોલ, ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા ભાવથી ત્રસ્ત છે. મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે, ત્યારે સરકાર જનતાને મોંઘવારીમાંથી રાહત આપે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ માનનીય બ્રિજરાજભાઈ સોલંકી સરગવા ગામે ગેસ પાઇપલાઇનના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોના સમર્થનમાં ગયા હતા, ત્યારે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હોવાના મુદ્દે પણ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા અને તેમના હકની વાત કરવા જતા આગેવાનો સામે આવી કાર્યવાહી કરવાને બદલે ખેડૂતોની રજૂઆતો સાંભળીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જેડી કથીરિયાના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીના લાઠી વિધાનસભા વિસ્તારના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહેબુબભાઈ મેતર (બાબરા), હનીફ હાજીભાઈ સૈયદ, રમેશ ડાભી (બાબરા), નિલેશભાઈ કાણોત્રા, બાઘાભાઈ બોરીચા, ઉકાભાઈ સાકળીયા, ચેતનભાઈ શેખડા, રાજુભાઈ માંગરોળીયા, શૈલેષ સોલંકી, કિશન સોલંકી, વિમલ સોલંકી, કિશોર રામાણી, સુધીર જાપડીયા, સુધીર ભેડા, નિતીન શેઠ (બાબરા), કૌશિક ભરવાડ (બાબરા), ભુવનભાઈ ઝાપડિયા, નિલેશભાઈ પરમાર, મનોજ ગાંગડીયા, મિહિર તેરૈયા, લક્ષિત ઘોડા, બાલાભાઈ મેવાડા અને ઈદરીશભાઈ બાબુભાઈ ઘોડા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જનતાને મોંઘવારીમાંથી રાહત અપાવવા, ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવવા અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પાર્ટી સતત સંઘર્ષ કરતી રહેશે.