Loading Date... Gold 24K: ₹88,024 | Silver 1kg: ₹103,854 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડનગરની પવિત્ર ધરા પર વિશ્વશાંતિ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરની અપૂરતી સપ્લાય અંગે ધારાસભ્ય મહેશ કસવાલાની કલેકટર અને IOC અધિકારીઓને તાત્કાલિક રજૂઆત

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરની અપૂરતી સપ્લાય અંગે ધારાસભ્ય મહેશ કસવાલાની કલેકટર અને IOC  અધિકારીઓને તાત્કાલિક રજૂઆત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલા શહેરમાં ગેસ સિલિન્ડરના અપૂરતા અને અનિયમિત પુરવઠાને લઈને ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારાજિલ્લા કલેકટર તથા IOC (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન)ના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધ્યાન દોરવામાં આવ્યુંછે.સાવરકુંડલામાં છેલ્લા એક વર્ષથી ગેસ સિલિન્ડરના પુરવઠા અંગે વારંવાર સમસ્યાઓ ઊભી થ...

સાવરકુંડલા શહેરમાં ગેસ સિલિન્ડરના અપૂરતા અને અનિયમિત પુરવઠાને લઈને ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા

જિલ્લા કલેકટર તથા IOC (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન)ના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધ્યાન દોરવામાં આવ્યું

છે.

સાવરકુંડલામાં છેલ્લા એક વર્ષથી ગેસ સિલિન્ડરના પુરવઠા અંગે વારંવાર સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સવારના

વહેલા સમયે પણ નાગરિકો ગેસ સિલિન્ડરની અછત અને વિતરણની મુશ્કેલીઓ અંગે ફોન કરીને પોતાની ફરિયાદો

અને વ્યથા રજૂ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકોને રોજિંદી જીવનની આવશ્યકતા એવા ગેસ સિલિન્ડર માટે આ રીતે

પરેશાન થવું પડે તે યોગ્ય નથી.

ધારાસભ્ય મહેશ કસવાલાએ કલેકટર અને IOCના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે કે સાવરકુંડલાને પૂરતો અને

નિયમિત ગેસ પુરવઠો કેમ મળી રહ્યો નથી તે અંગે તપાસ કરી, તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને

નાગરિકોને ગેસ સિલિન્ડર માટે મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવે.

ધારાસભ્ય મહેશ કસવાલાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકોની રોજિંદી જરૂરિયાતો સાથે જોડાયેલી આ સમસ્યાનું

તાત્કાલિક નિરાકરણ આવે અને સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરનો પૂરતો તથા નિયમિત પુરવઠો સુનિશ્ચિત થાય તે માટે

સંબંધિત તંત્રએ ગંભીરતાથી કાર્યવાહી કરવી જોઈએ.

સાથે જ ગેસ એજન્સીના ટ્રાન્સફર સંબંધિત પ્રક્રિયા પણ સરળ, સુવ્યવસ્થિત અને અવિરત રીતે થાય તે જરૂરી છે.

એજન્સી ટ્રાન્સફરની પ્રક્રિયા દરમિયાન ગેસ વિતરણ વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ઊભો ન થાય અને લોકોને મુશ્કેલીનો

સામનો ન કરવો પડે તે અંગે પણ ખાસ તકેદારી રાખવા માંગ કરવામાં આવી છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)