Loading Date... Gold 24K: ₹90,397 | Silver 1kg: ₹106,654 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬'ની ઐતિહાસિક ઉજવણીને “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન”નું ગૌરવવંતુ સ્થાન: કેબિનેટ બેઠકમાં સર્ટિફિકેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરાયું

અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

**અમરેલી :** અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક સુર્યા ગાર્ડન, અમરેલી ખાતે યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહભાઈ પરમારની સૂચના તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ યોજ...

**અમરેલી :** અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક સુર્યા ગાર્ડન, અમરેલી ખાતે યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહભાઈ પરમારની સૂચના તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ અને જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ બસીયા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ રાજુભાઈ ભૂતૈયા અને મયુરભાઈ માંજરીયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી પાર્થભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ સાગરભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત, કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ, જિલ્લા ભાજપના અગ્રણી દિવ્યેશભાઈ વેકરીયા તથા જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રીઓ ભયલુભાઈ વાળા અને સંજયભાઈ લાખાણી સહિત જિલ્લા અને મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં બક્ષીપંચ સમાજના સર્વાંગી વિકાસ, સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા, સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી વધારવા અને સમાજલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા અંગે પ્રદેશ તથા જિલ્લા કક્ષાના આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ સૌ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)