Loading Date... Gold 24K: ₹90,397 | Silver 1kg: ₹106,654 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬'ની ઐતિહાસિક ઉજવણીને “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન”નું ગૌરવવંતુ સ્થાન: કેબિનેટ બેઠકમાં સર્ટિફિકેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરાયું

સાવરકુંડલામાં તંત્રની આંખ આડા કાનની નીતિ: લાયસન્સ વગર જ ગીચ વિસ્તારોમાં ટનબંધ ફટાકડાનું ખુલ્લેઆમ વેચાણ.

સાવરકુંડલામાં તંત્રની આંખ આડા કાનની નીતિ: લાયસન્સ વગર જ ગીચ વિસ્તારોમાં ટનબંધ ફટાકડાનું ખુલ્લેઆમ વેચાણ.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દીપોત્સવના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સાવરકુંડલા શહેરમાં નાગરિકોના જીવ સાથે ખુલ્લેઆમ ખિલવાડ થઈ રહ્યો હોવાની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે.

દીપોત્સવના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સાવરકુંડલા શહેરમાં નાગરિકોના જીવ સાથે ખુલ્લેઆમ ખિલવાડ થઈ રહ્યો હોવાની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના સુરક્ષા જાહેરનામા અને ફાયર સેફ્ટીના તમામ નિયમોને નેવે મૂકીને સમગ્ર શહેરમાં પરમિશન વગર, ગેરકાયદેસર રીતે ફટાકડાના મોટા મોટા મંડપો બાંધીને વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે પ્રાંત કચેરીમાં આવેલી ૩૨ અરજીઓ હજુ પેન્ડિંગ છે અને તંત્ર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે એક પણ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યું નથી, છતાં આખા શહેરમાં ફટાકડાનું ધમધમાટ વેચાણ થઈ રહ્યું છે.
​શહેરના મહુવા રોડ, એમ. એલ. શેઠ હાઈસ્કૂલ સામે, મોદી હાઈસ્કૂલ નજીક, મેઈન બજાર તેમજ દેવળા ગેટ જેવા અત્યંત ગીચ વિસ્તારોમાં ફટાકડાના મોટા સ્ટોલ અને મંડપો ખડકી દેવાયા છે. શાળાઓ, હોસ્પિટલો, રહેણાંક સોસાયટીઓ અને પેટ્રોલ પંપની લગોલગ ટનબંધ જ્વલનશીલ ફટાકડાનો જથ્થો કોઈ પણ જાતની પરમિશન કે સુવિધા વગર રાખવામાં આવ્યો છે. એક નાનકડી ચિંગારી પણ સમગ્ર વિસ્તારમાં મોટી આગની હોનારત સર્જી શકે તેમ છે, છતાં તંત્રસૂત્રો ગાઢ નિદ્રામાં છે.
​ગેરકાયદેસર વેચાણની સાથે સાથે વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના અધિકૃત ભાવપત્રક (રેટ બોર્ડ) લગાવવામાં આવ્યા નથી. નિયમ મુજબ વ્યાજબી નફા સાથે વેચાણ કરવાને બદલે મનસ્વી રીતે ઊંચા ભાવો વસૂલી સામાન્ય પ્રજાને બંને હાથે લૂંટવામાં આવી રહી છે. ગ્રાહક સુરક્ષા અને સલામતી બંને મોરચે સ્થાનિક રહીશો લાચાર બન્યા છે.
​ગેરકાયદે ધમધમતા આ વેપાર પાછળ કોના આશીર્વાદ છે તેવો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. જ્યારે જાગૃત નાગરિકો અને મીડિયા દ્વારા આ અંગે વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે જવાબદાર અધિકારીઓએ "અમારી પાસે ૩૨ અરજીઓ આવી છે, પણ કોઈ લેખિત ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું" તેવો અત્યંત ઉડાઉ અને બેજવાબદાર જવાબ આપી હાથ ખંખેરી લીધા હતા. તંત્રની આ ઢીલી નીતિથી પ્રજામાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે કે શું તંત્ર કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાય કે મોટી માનવસર્જિત દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે?
​દિવાળીના  ઉમંગ અને ઉત્સાહ વચ્ચે કોઈ ઘરમાં માતમ ન છવાય તે માટે સાવરકુંડલા નગરપાલિકા, મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે તાત્કાલિક મેદાનમાં ઉતરે તે અનિવાર્ય બન્યું છે. કોઈપણ પ્રકારના રાજકીય દબાણ કે કથિત હમદર્દી રાખ્યા વગર ગેરકાયદે વેપાર કરતા તત્વો સામે કડક પગલાં ભરી, રહેણાંક વિસ્તારોમાંથી આ જોખમી મંડપો હટાવી ચોપાટી ગ્રાઉન્ડ કે ખુલ્લા મેદાન જેવા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવે તેવી શહેરીજનોમાં પ્રબળ માંગ ઊઠી છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)