Loading Date... Gold 24K: ₹90,113 | Silver 1kg: ₹106,319 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્યમાં આગામી તા. ૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન "જનજાતીય ગૌરવ સપ્તાહ"નું આયોજન

આદિજાતી વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

આદિજાતી વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે, શ્રી ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ (વ્યારા સુગર)ના ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકહિતકારી કદમ ઉઠાવ્યું છે. મં...

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે, શ્રી ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ (વ્યારા સુગર)ના ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકહિતકારી કદમ ઉઠાવ્યું છે. 


મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વ્યારા સુગર દ્વારા શેરડીના નાણાં સમયસર ચૂકવી ન શકાતા ખેડૂત ભાઈઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતોના આ પ્રશ્નની ગંભીરતા સમજીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોની વ્હારે આવવાનો નિર્ણય કર્યો છે, જેથી દિવાળી જેવા પવિત્ર તહેવાર પર કોઈ પણ ખેડૂત પરિવાર ચિંતામાં ન રહે. 


રાજ્ય સરકારે ખેડૂતો માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવીને આશરે ૮૫૦થી વધુ ખેડૂતોને રૂપિયા ૭.૧૪ કરોડ જેટલી માતબર રકમ શેરડીના બાકી નાણાં પેટે સીધી ચૂકવી દેવાનો નિર્ણય કર્યો છે. આ નાણા દિવાળી પૂર્વે જ સીધા ખેડૂતોના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવશે. આદિવાસી વિસ્તારના ખેડૂતોના આ પ્રશ્નના નિરાકરણ માટે મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી શ્રી જયરામભાઈ ગામીત, પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સહિતના આદિવાસી નેતાઓના વિશેષ પ્રયત્નોને સફળતા મળી છે.

 

પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારનું મુખ્ય ધ્યેય હંમેશાં 'ખેડૂત સશક્તિકરણ' અને ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવવાનું રહ્યું છે. શેરડીના આ બાકી નાણાં સમયસર મળી જવાથી ખેડૂત મિત્રો પોતાના પરિવાર સાથે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી દિવાળીની ઉજવણી કરી શકશે. 


મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર હંમેશાં અન્નદાતા ખેડૂતોની પડખે મક્કમતાથી ઊભી છે અને ખેડૂતોના પરિશ્રમનું યોગ્ય મૂલ્ય ચૂકવવા માટે પૂર્ણપણે કટિબદ્ધ છે. 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)