Loading Date... Gold 24K: ₹90,397 | Silver 1kg: ₹106,654 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬'ની ઐતિહાસિક ઉજવણીને “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન”નું ગૌરવવંતુ સ્થાન: કેબિનેટ બેઠકમાં સર્ટિફિકેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરાયું

સાવરકુંડલામાં હંગામી ફટાકડા લાયસન્સ મામલે ફાયર વિભાગ હરકતમાં: ૩૨ અરજીઓનું સ્થળ ઇન્સ્પેક્શન પૂર્ણ, પ્રાંત અધિકારીને સોંપાશે રિપોર્ટ

સાવરકુંડલામાં હંગામી ફટાકડા લાયસન્સ મામલે ફાયર વિભાગ હરકતમાં: ૩૨ અરજીઓનું સ્થળ ઇન્સ્પેક્શન પૂર્ણ, પ્રાંત અધિકારીને સોંપાશે રિપોર્ટ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દિવાળીના તહેવારોને અનુલક્ષીને સાવરકુંડલા શહેરમાં ફટાકડાના વેચાણ માટે માંગવામાં આવેલી હંગામી પરવાનગીઓ મામલે વહીવટી તંત્ર અને ફાયર વિભાગ સક્રિય બન્યું છે.

દિવાળીના તહેવારોને અનુલક્ષીને સાવરકુંડલા શહેરમાં ફટાકડાના વેચાણ માટે માંગવામાં આવેલી હંગામી પરવાનગીઓ મામલે વહીવટી તંત્ર અને ફાયર વિભાગ સક્રિય બન્યું છે. પ્રાંત કચેરી, સાવરકુંડલાની સૂચના મુજબ ફાયર વિભાગ દ્વારા શહેરમાં આવેલી 32 અરજીઓનું સ્થળ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે.  
આ અંગે અમરેલી જિલ્લા ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ. પી. સરતેજા એ સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, માનનીય પ્રાંત અધિકારી સાવરકુંડલાની સૂચના અનુસાર હંગામી ફટાકડા લાયસન્સના ઇન્સ્પેક્શન અર્થે ટીમ સાવરકુંડલા પહોંચી હતી. ફટાકડા સ્ટોલધારકો દ્વારા કરવામાં આવેલી અરજીઓના આધારે સ્થળ તપાસ કરવામાં આવી છે. સ્થળ પર આગ સામે સુરક્ષા માટે કયા કયા ફાયર સેફ્ટીના સાધનો હોવા જરૂરી છે અને કઈ કઈ બાબતોની પૂર્તતા કરવી અનિવાર્ય છે, તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.  
ઇન્ચાર્જ ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું કે, સાવરકુંડલા સીટીમાંથી હંગામી લાયસન્સ મેળવવા માટે કુલ ૩૨ જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે. જે પૈકી ૨૦ સ્ટોલ માટે એક જ ચોક્કસ સ્થળ નિયત કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની ૧૨ જેટલી અરજીઓ છૂટક અને અન્ય વિસ્તારોની છે. આ તમામ સ્થળોનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.  
ફાયર સેફ્ટીના નિયમો અને ધોરણોનું પાલન થાય છે કે નહીં તે અંગેનો વિગતવાર અભિપ્રાય અહેવાલ હવે પ્રાંત અધિકારી સાવરકુંડલા સમક્ષ રજૂ કરવામાં આવશે. ફાયર વિભાગના આ અભિપ્રાય રિપોર્ટ બાદ જ નિયમ મુજબ લાયસન્સ આપવાની આગળની સત્તાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)