Loading Date... Gold 24K: ₹90,486 | Silver 1kg: ₹106,760 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સામે FIR :- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને ભાવનગરના મુખ્ય બજાર વિસ્તારમાં વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ

દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને ભાવનગરના મુખ્ય બજાર વિસ્તારમાં વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દિવાળી અને નૂતનવર્ષના તહેવારો દરમિયાન ભાવનગર શહેરના મુખ્ય બજાર તથા આસપાસના વિસ્તારોમાં સ્થાનિકતેમજ બહારગામના લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે આવતા હોવાથી બજારોમાં ભારે ભીડ રહેવાની શક્યતા છે.આથી ટ્રાફિકનું સુચારુ નિયમન જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.

દિવાળી અને નૂતનવર્ષના તહેવારો દરમિયાન ભાવનગર શહેરના મુખ્ય બજાર તથા આસપાસના વિસ્તારોમાં સ્થાનિક

તેમજ બહારગામના લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે આવતા હોવાથી બજારોમાં ભારે ભીડ રહેવાની શક્યતા છે.

આથી ટ્રાફિકનું સુચારુ નિયમન જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ તેમને મળેલી

સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામા અનુસાર, તા. ૦૩/૧૧/૨૦૨૬થી તા. ૦૯/૧૧/૨૦૨૬ સુધી દરરોજ બપોરે ૧૪:૦૦ કલાકથી રાત્રે

૨૪:૦૦ કલાક સુધી નિયત કરાયેલાં માર્ગો પર તમામ પ્રકારનાં ભારે તથા હળવાં વાહનોની અવરજવર, થોભવા કે

પાર્ક કરવા પર પ્રતિબંધ રહેશે.

પ્રતિબંધિત માર્ગો:

(૧).ઘોઘાગેટ ઝુલેલાલ મંદિરથી એમ.જી. રોડ થઈ ખારગેટ સુધી (બંને તરફ).(૨)શેલારશા ચોકથી હેરીસ રોડના

નાકા સુધી (બંને તરફ).

(૩) બાર્ટન લાઇબ્રેરીથી વોરા બજાર થઈ એમ.જી. રોડ સુધી (બંને તરફ).(૪)ગોળ બજારથી એમ.જી. રોડ સુધી (બંને

તરફ).

(૫) ગંગાજળિયા તળાવથી હેવમોર ચોક થઈ ઘોઘાગેટ સુધી (બંને તરફ).(૬) હલુરિયા ચોકથી હાઈકોર્ટ રોડ થઈ

ઘોઘાગેટ સુધી (બંને તરફ).

(૭) હલુરિયા ચોકથી પીરછલ્લા રોડ થઈ ટી.બી. જૈન સ્કૂલ, એમ.જી. રોડ સુધી (બંને તરફ).(૮) ડબગરવાળી શેરીથી

હાઈકોર્ટ રોડ (બંને તરફ).


(૯) હજૂરપાઈગા રોડથી હાઈકોર્ટ રોડ (બંને તરફ). અને (૧૦) જમાદાર શેરીથી એમ.જી. રોડ સુધી (બંને તરફ).

પ્રતિબંધ રહેશે.

ઉપરોક્ત માર્ગો પર આવતા વાહનો માટે તા.૦૩/૧૧/૨૦૨૬થી તા. ૦૯/૧૧/૨૦૨૬ સુધી દરરોજ બપોરે ૧૪:૦૦થી

રાત્રે ૨૪:૦૦ કલાક દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે શેલારશા ચોકથી સ્ટેશન રોડ તરફ તથા મોતીબાગ ટાઉનથી

નવાપરા ચોક થઈ હલુરિયા ચોક અને ત્યાંથી દિવાનપરા રોડ તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામું ફાયર બ્રિગેડનાં વાહનો, મહેસૂલ તથા પોલીસ વિભાગનાં ફરજ પરનાં વાહનો, એમ્બ્યુલન્સ, ગુજરાત

ઇલેક્ટ્રિસિટી બોર્ડનાં ફરજ પરનાં વાહનો, પોસ્ટલ વાહનો, કોર્પોરેશનનાં ઇમરજન્સી વાહનો, સરકારી વાહનો, પ્રિન્ટ

તથા ઇલેક્ટ્રોનિક મીડિયાનાં વાહનો અને ડેરીનાં વાહનોને લાગુ પડશે નહીં.

જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર કાર્યવાહી

કરવામાં આવશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)