ગુજરાત

સુરત મહાનગર દ્વારા સક્ષમ સ્થાપના દિવસ નિમિત્તે દિવ્યાંગ પ્રતિભા સન્માન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

સુરત મહાનગર દ્વારા સક્ષમ સ્થાપના દિવસ નિમિત્તે દિવ્યાંગ પ્રતિભા સન્માન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

સક્ષમના સ્થાપના દિવસ નિમિત્તે  નરેન્દ્ર પંચાસરા પરિસર, ભક્તિધામ મંદિર સામે, પરવત પાટીયા, મગોબ, સુરત ખાતે દિવ્યાંગ પ્રતિભા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય મહેમાનોના હસ્તે દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યો.

ઉપસ્થિત મહાનુભાવો: શ્રી જયંતકુમાર ઠાકોરભાઈ પટેલ (બિલ્ડર, સમાજસેવક અને ઉદ્યોગપતિ)

શ્રી લાલજીભાઈ પટેલ (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સુરત) – સરકારી યોજનાઓ તથા દિવ્યાંગ પ્રમાણપત્ર અંગે માર્ગદર્શન આપ્યું.

ડો પ્રફુલભાઈ શિરોયા ( ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સક્ષમ ) દિવ્યાંગો ને ખુદ દિપક બનવા માટે પ્રેરણા આપી હતી. સુરત મહાનગર દ્વારા કાર્યક્રમ નું સુંદર આયોજન કરવા બદલ શ્રી પ્રફુલભાઈ પટેલ ( અડણવાળા ) .( ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સક્ષમ ) અભિનદન પઢાવ્યા હતા 

શ્રીમતી વૈશાલીબેન નિરેશભાઈ પટેલ (આંતરરાષ્ટ્રીય પેરા બેડમિન્ટન ખેલાડી) – પ્રેરણાદાયી આશીર્વચન આપ્યા.

ડૉ. સંજયભાઈ શાહ (CMO, SVNIT તથા ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રાંત, સક્ષમ) – આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું.

શ્રી મોહનસિંહજી રાઠોડ (મા. સંઘચાલક, કેશવનગર, RSS)

શ્રી મુકેશજી રાઠી (અધ્યક્ષ, સુરત મહાનગર, સક્ષમ)

શ્રી મુકેશજી રાવલ (સચિવ, સુરત મહાનગર, સક્ષમ) – સક્ષમ સંસ્થાનો પરિચય આપ્યો.

કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું. દિવ્યાંગ ભાઈ-બહેનોએ પોતાના પ્રેરણાદાયી જીવન અનુભવો રજૂ કર્યા તેમજ દિવ્યાંગ કલાકારો દ્વારા મનમોહક સંગીતની રજૂઆત કરવામાં આવી.

હાજરી:

• દિવ્ય ભાઈઓ – 75

• દિવ્ય બહેનો – 30

• બાળ-બાળિકાઓ – 15

• દિવ્યાંગ સાથે આવેલા સભ્યો – 60

• માનનીય મહેમાનો – 8

• મહાનગર કાર્યકારિણી – 25

• અન્ય સ્વયંસેવકો – 10

કુલ ઉપસ્થિતિ: 223

કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનો, દિવ્યાંગજનો તથા સ્વયંસેવકો માટે ચા, અલ્પાહાર અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ સૌના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો.

Related Posts