અમરેલી ભાજપના નેતાએ વિધવા મહિલા પાસે બિભત્સ માગણી કરી, મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ડી.કે. પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા

તાજેતર મા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ઓ માં ભાજપ નો અમરેલી જિલ્લા માં ભવ્ય વિજય થયો હતો જેમાં પોલીસ ચોપડે હિષ્ટિશીટર તરીકે નોંધાયેલા સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ડી.કે પટેલ પણ વોર્ડ નમ્બર આંઠ માંથી જીત્યા હતા ત્યારે હાલ આ ભાજપ ના કાઉન્સિલર ડી.કે.પટેલ દ્વારા કોઈ વિધવા ને અડપલાં કરતા આ વિધવા યુવતી એ સાવરકુંડલા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી અને તેની બીભત્સ ઓડિયો કલીપ પણ પોલીસને આપી છે ત્યારે પોલિસ દ્વારા છેડતી ની ફરિયાદ નોંધી ને આ ડી.કે પટેલ ને પકડવાની તજવીજ હાથ ધરી હતી..
સાવરકુંડલા વોર્ડ નંબર આંઠ ના તાજેતર માં ચૂંટાયેલા ચૂંટણી માં ભાજપ ના કાઉન્સિલર ડી. કે પટેલ નો ભવ્ય વિજય બન્યો હતો જોકે આ વિવાદિત કાઉન્સિલર ડી.કે પટેલ પર 2015 માં એસીબી ની 1 લાખ લાંચ લીધા માં ફરિયાદ થઈ હતી અને ત્યારે ભાજપ દ્વારા આ ડી.કે પટેલ . ને ભાજપ માંથી અને નગરપાલિકા ના પ્રમખુ પડે થિ દૂર કરી સસ્પેન્ડ કરાયા હતા ત્યારે તાજેતર ની ચૂંટણી ઓ માં ભાજપે આ વિવાદિત ઉમેદવાર ને ટિકીટ આપતા ફરી આ ઉમેદવાર ભાજપ ના સિમ્બોલ પર ચૂંટાઈ આવ્યા હતા ત્યારે આ ડી.કે પટેલ ને અમરેલી પોલીસ દ્વારા હીષ્ટિશીટર ની યાદીમા પણ સામેલ છે અને તેના જ વોર્ડમાં હિસ્ટીશીતર ના બેનરો પણ લાગ્યા હતા.છતાં સાવરકુંડલા ની નગરપાલિકા ની ચૂંટણી માં આ ઉમેદવાર ને ટીકીટ આપવા માં આવી હતી અને તે ચૂંટાઈ ગયા હતા
આ વિવાદિત કાઉન્સિલર ડી.કે.પટેલ સાવરકુંડલા ની વિધવા મહિલા ને ફોન કરી પજવણી કરી હતી અને તેણી ના ઘર પર જઈ તેમની સાથે અછાબતૂ વર્તન કરી તેણી ની છેડતી કરી હતી જેથી ફરિયાદી વિધવા એવા મહિલા દ્વારા સાવરકુંડલા પોલીસ ને ફરિયાદ કરાઈ હતી અને પોલીસ દ્વારા આ ડી.કે પટેલ ને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારે હાલ આ વિવાદિત કાઉન્સિલર ડી.કે.પટેલ ને ભાજપ દ્વારા પ્રદેશ ની સૂચના અનુસાર સસ્પેન્ડ કરવા માં આવ્યો છે અને પોલીસ દ્વારા તેમની શોધ ખોળ કરાઈ રહી છે
Recent Comments