fbpx
અમરેલી

કલેક્ટરની અધ્યક્ષતામાં આવતીકાલે આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાશે

રોડ સલામતી બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી અમરેલી આરટીઓ કચેરી દ્વારા આગામી તા. ૧૭/૨/૨૦૨૧ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે. જેના અનુસંધાને આજે આરટીઓ કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં માર્ગ સલામતી માસનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાનાર છે. ઉદ્દઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર ઉપસ્થિત રહેશે.

નોંધનીય છે કે રાષ્ટ્રીય ટ્રાફિક માસ ૨૦૨૧ દરમ્યાન રોડ સેફ્ટીને લગતા પેમ્પ્લેટનું વિતરણ, કોરોના વોરિયર્સનું સન્માન, રોડ સેફ્ટીના સ્‍લોગન વાળા માસ્કનું વિતરણ, ટ્રાફિક નિયમોનું પાલન કરતા વ્યક્તિઓનું સન્માન જેવા વિવિધ જન જાગૃતિના કાર્યક્રમ તેમજ રોડ સલામતીને લગતી ઓનલાઇન ચિત્ર, નિબંધ સ્પર્ધાનું આયોજન વગેરે જેવી પ્રવૃતિઓ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ તેમજ ટ્રાફિક શાખાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts