પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસ પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વીટ કરી કહ્યું હતું કે મોદી શાસન દુનિયાની સૌથી ઝડપે આગળ વધતી અર્થવ્યવસ્થાઓ માંથી એકને બરબાદ કરનાર છે. વાયનાડમાં રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે.
વાયનાડથી રાહુલ ગાંધીએ કહ્યું કે તમે આજે દેશની જે સ્થિતિ જાેઈ રહ્યા છો તે જાેતા સ્પષ્ટ છે કે શું ચાલી રહ્યું છે. ભારત ૨-૩ મોટા વેપારીઓના હિતમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આજે દરેક ઉદ્યોગ પર ૩-૪ લોકોનો જ એકાધિકાર છે. આ પહેલા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સમક્ષ અપીલ કરી હતી કે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવામાં આવે.
ત્રણેય કૃષિય કાયદાઓનો વિરોધ કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય તો એ છે કે મોટાભાગના ખેડૂતો નવા કૃષિ કાયદાને સમજતા જ નથી. જાે તેઓ સમજી ગયા તો આખો દેશ ભડકી ઉઠશે. બુધવારે રાહુલ ગાંધીએ રાષ્ટ્રોઈટ મહાત્મા ગાંધીનું એક નિવેદન પણ ટ્વીટ કરતા ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના ‘વિનમ્ર રીતે તમે દુનિયા બદલી શકો છો.’ સ્ટેટમેન્ટને ટ્વીટ કર્યું હતું. રાહુલ ગાંધીએ આગળ લખ્યું હતું કે એક વાર ફરી મોદી સરકારને આપી છે કે તુરંત કૃષિ કાયદાઓ પરત લેવામાં આવે.





















Recent Comments