દેશમાં ત્રીજી લહેરમાં કોરોના સાથે ઓમિક્રોન વધતા તંત્ર એક્શન મોડમાં
દેશભરમાં રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધી ૧૫૮.૯૬ કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે પણ ૧૨.૭૨ કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધુ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે અને રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર ૨૦ હજારથી વધુ કેસ નોંધાયા છે
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૦,૯૬૬ કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોનાના ૧૭,૧૧૯ નવા કેસ સામે આવ્યા હતા. ૩૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ બીજી લહેરની પીક ૧૪,૬૦૫ કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક ૨૭ નવેમ્બરના રોજ ૧,૬૦૭ કેસ પર આવી હતી. ખાસ કરીને મહાનગરોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાતું નજરે પડી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે એક જ દિવસમાં ૧૨ દર્દીઓનાં મોત થયા છે.અમદાવાદ શહેરમાં ૬, વલસાડ અને સાબરકાંઠામાં ૨-૨, સુરત અને ભરૂચમાં ૧-૧ મળી કુલ ૧૨નાં મોત થયાં છે.દેશમાં કોરોના વાઈરસનો હાહાકાર વધી રહ્યો છે.
ગયા વર્ષે ૧૫ મે બાદ હવે દેશમાં એક દિવસમાં ૩ લાખથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યારે પણ સૌથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩,૧૭,૫૩૨ નવા કેસ સામે આવ્યા. ઓમિક્રોનના કેસ વધીને ૯,૨૮૫ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે બુધવા ર સુધી દેશમાં કુલ ૭૦,૯૩,૫૬,૮૩૦ કોવિડ સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે. તેમાંથી ૧૯,૩૫,૧૮૦ સેમ્પલની તપાસ દેશમાં બુધવારે કરવામાં આવી હતી.
Recent Comments