ભાવનગર

ભાવનગરની ગાડીઓ શરૂ કરવા માટે રેલ મંત્રાલયમાં દરખાસ્તો

ભાવનગરની સ્થાનિક અને માંગણીની લાંબા અંતરની ગાડીઓ શરૂ કરવા માટે રેલ મંત્રાલયમાં દરખાસ્તો થઈ ચુકી છે. યાત્રિક સુરક્ષા સમિતિ સાથે વાત કરતા ભાવનગર રેલ મંડળ પ્રબંધક પ્રતિક ગોસ્વામી કોરોના બિમારી દરમિયાન આવેલા નિયંત્રણોમાં બંધ કરાયેલ રેલ ગાડીઓ શરુ કરવા તેમજ યાત્રિકોની માંગણીની લાંબા અંતરની ગાડીઓ શરૂ કરવા માટે ભાવનગર રેલ મંડળ દરખાસ્તો થઈ ચુકી છે, તેમ ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ સાથેની વાતચીત દરમિયાન મંડળ પ્રબંધક શ્રી પ્રતિક ગોસ્વામીએ જણાવ્યું છે.
ભાવનગર રેલ મંડળ દ્વારા સંચાલિત લાંબા અંતરની રાબેતા મુજબ કાર્યાન્વિત રહેલી ગાડીઓ કોરોના માર્ગદર્શિકા અનુસાર પ્રથમ તબક્કામાં શરૂ થાય તેમ અંદાજ રહેલો છે. ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિના વ્યવસ્થાપક શ્રી મૂકેશકુમાર પંડિતે મંડળ પ્રબંધક શ્રી પ્રતિક ગોસ્વામીની લીધેલી મુલાકાતમાં મળેલા પ્રતિભાવ મુજબ લાંબા અંતરની ગાડીઓ શરુ થયા બાદ સ્થાનિક ગાડીઓ શરુ કરવા રેલ મંત્રાલય આદેશ આપે, તેમ સમજાય છે.
હરિદ્વાર માટે ભાવનગરથી રેલગાડીના સંચાલન માટે પણ મંજુરી પ્રક્રિયા દરમિયાન જ કોરોના બિમારી આવી પડતા રેલ યાત્રી પરિવહન રદ્દ થતા આ હરિદ્વાર ગાડીનો પ્રારંભ થઈ શક્યો નથી. જો કે ભાવનગરથી હરિદ્વાર ગાડી માટે હવે માત્ર કોરોના નિયંત્રણો દૂર થાય તે જ રાહ છે. આ વર્ષે હરિદ્વારમાં કુંભમેળો યોજાયેલ હોઈ આ ગાડીની વિશેષ જરૂરિયાત રહેલી છે.
સ્થાનિક કક્ષાએ બોટાદ, ધોળા અને સિહોર વગેરે તરફથી હીરા ઉદ્યોગ સહીત કાયમી આવ-જા કરતા ઉતારુઓ માટે સ્થાનિક ગાડીઓ જલ્દી શરુ કરવા યાંત્રિક સમિતિના પ્રમુખ શ્રી કિશોરભાઈ ચિમનાણીએ માંગ કરેલી છે.
યાંત્રિક સુરક્ષા સમિતિની આ મુલાકાત દરમિયાન રેલ સુવિધાઓ અને ભાવનગર રેલ મંડળ સંદર્ભે પ્રાસંગિક ચર્ચા પણ થઈ હતી.

Related Posts