શિયાળબેટ ટાપુ મહિલાઓએ મતદાન માટે શિસ્ત અને અનુશાસનનું દ્રષ્ટાંત પૂરું પાડયું

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન અમરેલી જિલ્લામાં તા.૧ ડિસેમ્બરના રોજ મતદાન શરુ થતાં ૯૮- રાજુલા – જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ શિયાળબેટ ટાપુ ખાતેના પાંચ મતદાન મથક ખાતે મતદાન માટે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને મહિલાઓએ તેમની ‘ સ્ત્રીઓ માટેની લાઈન’ માં રહી શિસ્ત અને અનુશાસનનું દ્રષ્ટાંત પૂરું પાડયું હતું. શિયાળબેટ ખાતે મતદાન માટે સ્ત્રીઓએ એકસાથે લાઈનમાં રહી એક પછી એક મતદાન માટે જવા અને પોતાનો વારો તેની રાહ જોઇ અને ધીરજ જાળવી હતી. આમ, શિયાળબેટ મતદાતા સ્ત્રીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Recent Comments