fbpx
અમરેલી

‘‘તાંડવ” વેબસીટીઝમાં હિન્‍દુ દેવી-દેવતાઓનું અપમાન કરનારને જેલભેગા કરવા માંગ

અમરેલી જિલ્‍લા વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં ઉપાઘ્‍યક્ષ હસમુખ દુધાતે સીટી પોલીસ સ્‍ટેશનમાં તાડંવ વેબસીટીઝ વિરૂઘ્‍ધ લેખિત રજૂઆત કરેલ છે.

લેખિત ફરિયાદમાં જણાવેલ છે કે, હાલમાં રીલીઝ થયેલ ભતાંડવભ વેબ સીરીઝ જેના એકટર સૈફઅલીખાન અને અલી અબ્‍બાસ જફરેડીરેકશન કરેલ છે કે જે હાલ એમેઝોન પ્રાઈમ ઈન્‍ડીયાની ઓરીઝનલ કંટેન્‍ટ હેડ અર્પણા પુરોહીત હોય તેમજ તેમના પ્રોડયુસર હેમાંશુ ક્રિશ્રા મહેરા અને રાઈટર ગૌરવ સોલંકી અને તેમના મળતીયાઓએ સાથે મળી તાંડવ નામની વેબસીરીઝ બનાવી તેમનું પ્રસારણ કરેલ હોય અને આ વેબ સીરીઝમાં હિન્‍દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડેલ હોય. તેમજ આ વેબ સીરીઝમાં ધાર્મિક તેમજ જાતિ અંગેની વાત કરી હિન્‍દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડેલ હોય અને જેના કૃત્‍યથી ધાર્મિક હુલ્‍લડો ફેલાઈ તેવા માહોલ થાય તેમ હોય તેમજ આ વેબ સીરીઝમાં હિન્‍દુ ધર્મના દેવી- દેવતાઓનું અપમાન કરવામાં આવેલ છે અને આ વેબ સીરીઝે હિન્‍દુ સનાતન ધર્મનું અપમાન કરેલ હોય અને આ વેબ સીરીઝમાં હિન્‍દુ ધર્મ વિરૂઘ્‍ધ અપશબ્‍દો બોલવામાં આવેલ હોય. જેથી આ વેબ સીરીઝ બનાવવામાં જે જે લોકોએ સાથ સહકાર આપેલ હોય તેવા લોકોએ ઈપીકોની કલમ-1પ3એ, ર9પ, પ0પ(1) બી, પ0પ(ર), 469 વગેરે અન્‍વયેનો ગુનો કરેલ હોય અને તેમજ આ વેબ સીરીઝ તાત્‍કાલીક બંધ કરાવવા અને આરોપીઓને પકડીને જેલમાં બેસાડવા અંતમાં માંગ કરેલ છે.

Follow Me:

Related Posts