સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ

કોરોના મહામારીને પગલે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ રદ કરાયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે હવે યુનિવર્સિટી કક્ષાની પરીક્ષાઓ પણ રદ કરવા આદેશ કર્યો છે. આ અંગે ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી તારીખ ૧૫ જૂનથી પીજીના વિદ્યાર્થીઓની અને ૨૧ જૂનથી યુજીના વિદ્યાર્થીઓ સહિત કુલ ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવાની હતી પરંતુ રાજ્ય સરકાર તરફથી સૂચનાઓ મળ્યા બાદ જ ૧૫ જૂનના લેવાનાર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. અને હવે સરકારના આદેશ બાદ ઓફલાઈન પરીક્ષા અને ભૌતિક વર્ગખંડ શિક્ષણ ચાલુ થશે. શિક્ષણ વિભાગના આદેશને પગલે યુનિવર્સિટીની પીજી, યુજી, એક્સ્ટર્નલ સહિતની ઓફલાઈન લેવાનારી તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

Related Posts